ETV Bharat / bharat

પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહી સાથે જોડાયેલા મુખ્ય સંદેશ - Air Force

14 ફેબ્રુઆરી 2019ના રોજ, કાશ્મીરના પુલવામા નજીક એક વાહનમાં સવાર આત્મઘાતી બોમ્બરએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં, 26 ફેબ્રુઆરીએ, ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી છાવણી પર ત્રાટક્યું હતું. બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલું છે, અને 1971 પછી આ પહેલીવાર હતું જ્યારે ભારતીય વિમાનોએ પાકિસ્તાની ધરતી પર હવાઈ હુમલો કર્યો હતો.

પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહી સાથે જોડાયેલા મુખ્ય સંદેશ

author img

By

Published : Mar 7, 2020, 11:39 PM IST

ન્યૂઝ ડેસ્ક: બીજા જ દિવસે, પાકિસ્તાની વાયુસેનાએ જવાબી કાર્યવાહીમાં હવાઇ હુમલો કર્યો હતો જે નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે, હવાઈ યુદ્ધમાં, એક પાકિસ્તાની એફ -16 ને પાડી દેવામાં આવ્યુ હતું હતી, જ્યારે ભારતીયોએ એમ.આઈ.જી -21 ખોયુ હતું, જેના પાઇલટ ને પાકિસ્તાની ક્ષેત્રમાં ઉતરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ આ પાયલટ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદના ના કેટલાક કલાકો સુધી, એવું લાગ્યું કે જાણે પરિસ્થિતિ વણસવા તરફ વધી રહી છે. સદનસીબે, આંતરરાષ્ટ્રીય દબાણ અને પાઇલટની વહેલી તકે મુક્તિ ના પગલે બંને પક્ષોએ સૈન્ય કાર્યવાહી અટકાવી હતી

હંમેશની જેમ, ભારતીય રાજકીય માહોલ ગરમાયો હતો અને શાસક અને વિરોધી પક્ષો બાલાકોટ ખાતે માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાને લઇને આમનેસામને હતા. વિદેશી મીડિયા પણ આ ચર્ચામાં કૂદી પડી હતી, અને ટૂંક સમયમાં જ બાલાકોટની સેટેલાઇટ છબીઓ આખા ઇન્ટરનેટ પર વહેતી થઈ હતી, કેટલાક ભારતીય દાવાઓને યોગ્ય ઠેરવી રહ્યા હતા જ્યારે અન્યો એ પ્રશ્નનો ઉઠાવ્યા હતા.

એક વર્ષ પછી, હવે જ્યારે સ્થિરતા આવી છે, ત્યારે આપણે પક્ષપાત વિનાનો નજરીયો સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું કે બાલાકોટ હવાઈ હુમલાઓથી શું પ્રાપ્ત થયુ અને ભવિષ્યમાં ઉપયોગી લેવા જેવા શું બોધપાઠ છે.

કટોકટીમાં, કોઈપણ દેશની વિશ્વસનીયતા, ફક્ત તેની લશ્કરી ક્ષમતાના કદથી નક્કી નથી થતી, પણ તેની ક્ષમતાનો ઉપયોગ કરવાની તૈયારી અને અમલમાં મુકવાની ઇચ્છા થી નક્કી થાય છે. ઘણા લાંબા સમયથી, ભારતને આતંકવાદ સામે ખૂબ રક્ષણાત્મક તરીકે જોવામાં આવતું હતું, અને આને કારણે કાશ્મીરમાં પ્રોક્સી યુદ્ધ કરવા પાકિસ્તાન ને પ્રોત્સાહન મળતુ હતું . ભારતીય રાજકીય નેતૃત્વ એ લશ્કરી સાધનનો ઉપયોગ કરવાની વધુ સંકલ્પ અને ઇચ્છા બતાવતા પરિસ્થિતિમાં હવે બદલા આવ્યો છે. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી હુમલાઓને પ્રાયોજીત કરવાનું ચાલુ રાખ્યું તો તેના ગંભીર પરિણામો અંગે પણ તેણે વિચારવુ પડશે.

આતંકવાદી હુમલાના જવાબમાં હવાઈ શક્તિનો ઉપયોગ પણ પ્રથમવાર થયો હતો. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં, એરફોર્સ ચીફ ભદૌરીયાએ કહ્યું હતું કે, “બાલાકોટ હવાઈ હુમલાએ રાષ્ટ્રીય ઉદ્દેશ્યને પહોંચી વળવા, હવાઈ શક્તિના ઉપયોગની નવી વ્યાખ્યા આપી છે અને ઉપખંડમાં પરંપરાગત કાર્યવાહી અને પ્રતિક્રિયાના પરિપરિપેક્ષને બદલી નાખ્યો છે.” સ્વાભાવિક રીતે, દરેક આતંકી હુમલો હવાઈ હુમલો તરફ દોરી જવાનો નથી,પરંતુ પાકિસ્તાન પર દબાણ લાવવા માટે, હવાઈ શક્તિના ઉપયોગ એ, ભારતની જવાબી કાર્યવાહીના વિકલ્પોમાં નોંધપાત્ર વધારો કર્યો છે .

આતંકવાદી હુમલાઓથી ધૈર્યહીન, વધુ આક્રમક અને અડગ ભારત, શું પાકિસ્તાનની વર્તણૂકમાં પરિવર્તન લાવશે? નિશંકપણે પાકિસ્તાની સરકારમાં આત્મનિરીક્ષણ હશે કે તેઓ કાશ્મીર ખાતર તેમના રાષ્ટ્રને કેટલા જોખમમાં મૂકવા તૈયાર છે. કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાનમાં પણ આવી જ ચર્ચા થઈ હતી અને ભૂતપૂર્વ રાજદ્વારી શાહિદ એમ.અમિને ‘ધ ડોન’ માં લખ્યું હતું કે, “સમય આવી ગયો છે કે, દેશ તેની મર્યાદાઓ અને અગ્રતા વિશે નિર્દયતાથી વાસ્તવિક બને. પ્રથમ અને મહત્તવની વાત, પાકિસ્તાનના અસ્તિત્વની છે, જે કાશ્મીર મુદ્દા પ્રત્યેના આપણા જોડાણ, કરતા પણ આગળ હોવી જોઇએ. ”

પાકિસ્તાનની અંદર આત્મનિરીક્ષણ હોવા છતાં, પાકિસ્તાન સૈન્ય ભારત સાથે વ્યૂહાત્મક સમાનતા મેળવવાના પોતાના તર્કસંગત ઉદ્દેશ્યમાં ફેરફાર કરે તેવી સંભાવના ઓછી છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના તાજેતરના સંબોધનમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ખલી કિડવાઈએ કહ્યું હતું કે, 'વાસ્તવિકતા એ છે કે, દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સ્થિરતા માટે, નિર્ણાયક નિર્ધારક તરીકે ભારત સાથેના પરંપરાગત અને પરમાણુ સમીકરણમાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંતુલન જાળવવાની જવાબદારી પાકિસ્તાન ની છે.

પરમાણુ કાર્ડ લહેરાવતા કિદવાઈએ આગળ કહ્યું, “હું સાવચેત કરવા માંગુ છું કે, તેમની તરફે, એક પણ હવાઈ હુમલો એક ગંભીર વ્યાવસાયિક મૂર્ખામી હશે અને તે પાકિસ્તાનના મજબૂત પરમાણુ અવરોધને પોકળ ધમકી સાબીત કરશે ”

બંને પક્ષો દ્વારા ખોટી ગણતરીની શક્યતાઓ , તેમણે લીધેલ બોધપાઠ પર નિર્ભર છે. ભારતીય સૈન્યને ખાતરી છે કે પરંપરાગત શક્તિના ઉપયોગ કરવા માટે પરમાણુ સીમારેખાની નીચે પૂરતો અવકાશ છે અને પાકિસ્તાન તરફથી આતંકી હુમલાઓનો સામનો કરવા ભારતે તેની શ્રેષ્ઠ ક્ષમતાનો ઉપયોગ કરવો જ જોઇએ. બીજી તરફ, પાકિસ્તાન સૈન્યને લાગે છે કે તેનો પરમાણુ ખતરો ભારતને મર્યાદિત ઓપરેશનથી આગળ વધતા અટકાવશે. આમ પરંપરાગત અસમાનતામાને બિન-અસરકારક તરીકે જોવામાં આવે છે.

આ અનિશ્ચિત મિશ્રણમાં, બંને પક્ષોએ તેમના વિકલ્પો અને રાજકીય ઉદ્દેશ્યનું વાસ્તવિક અને તર્કસંગત મૂલ્યાંકન કરવું જોઈએ. પાકિસ્તાને સમજી લેવું જોઈએ કે ભારત સામે આતંકવાદી હુમલો તણાવની સીડીનું પહેલું પગલું છે, અને જો આને ટાળવામાં આવે તો બીજું પગલું ભરવાની જરૂર જ નથી.

- લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ડી .એસ. હૂડા (2016 માં સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.