ETV Bharat / bharat

વૃદ્ધો પર કોવિડ-19ની અસર અને તેનો સામનો કરવા માટેના રસ્તાઓ - વૃદ્ધો પર કોવિડ-19

60 વર્ષથી વધુની ઉંમરના લોકો કોવિડ-19ની અસર સામે ખુબ જ અસલામત હોય છે. આ ઉંમરે તેમની રોગ પ્રતિકારક શક્તિ તેમની જવાનીની ઉંમરે રહેલી રોગ પ્રતિકારક શક્તિ જેટલી હોતી નથી. આ ઉંમરે તેમનામાં ડાયાબિટિસ, હાઇ બ્લડ પ્રેશર, હૃદય અને ફેફસાની બીમારી જેવી બીમારીઓ સામાન્ય હોય છે. આ બીમારીઓને કારણે વૃદ્ધોમાં જટીલતા પેદા થવાનું જોખમ વધુ હોય છે. વિવિધ દેશોના અભ્યાસો કહે છે કે, વૃદ્ધો પર કોવિડ-19ની અસર ગંભીર હોય છે અને કેટલાક કિસ્સામાં તે ઘાતક પણ હોય છે.

The impact of Covid-19
વૃદ્ધો પર કોવિડ-19ની અસર
author img

By

Published : Apr 7, 2020, 6:10 PM IST

ન્યૂઝડેસ્ક : વૃદ્ધોની સંભાળ રાખતા લોકોએ તેમની વિશેષ કાળજી રાખવી જોઇએ. જેમકે, સંભાળ આપતા પહેલાં અને પછી તેમજ બાથરૂમનો ઉપયોગ કરતી વખતે અને રસોઇ કરતી વખતે ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી તેમના હાથ ધુઓ, આ ક્રિયા વારંવાર કરવી જોઇએ અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરથી તેમના હાથ સાફ કરવા જોઇએ.

સંભાળ પ્રદાતાઓએ ખાંસી ખાતી વખતે અને છીંક ખાતી વખતે ટિસ્યુ પેપરનો ઉપયોગ કરવો જોઇએ અથવા કોણીથી પોતાનું મોં ઢાંકવું જોઇએ. ઘરમાં જે સપાટીઓ પર વારંવાર અડવાનું થતું હોય તે સપાટીઓને સાબુ અને પાણી અથવા ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરવી જોઇએ. આમાં વૃદ્ધો દ્વારા ઉપયોગમાં લેવાતા તબીબી ઉપકરણોનો પણ સમાવેશ થાય છે. ઉંમર થઇ જવાને કારણે વૃદ્ધો બહુ હેરફેર કરી શકતા નથી માટે તેઓ બહારની દુનિયા સાથે બહુ સંવાદ કરી શકતા નથી. આ સંજોગામાં તેમનું મનોબળ જાળવી રાખવા અને તેમના મગજને સક્રિય રાખવા માટે સામાજિક સંવાદ અત્યંત જરૂરી છે.

મિત્રો અને સ્વજનોની મુલાકાતને કારણે બીમાર પડવાની શક્યતા જોતા હાલની સ્થિતિમાં વૃદ્ધોની અંગત મુલાકાત શક્ય તેટલી ઓછી રાખવી જોઇએ. જોકે મિત્રો અને સ્વજનો સાથે વાતચીત કરવી પણ આવશ્યક છે. તમે ફોનનો ઉપયોગ કરીને તેમના મિત્રો કે સ્વજનો સાથે વાત કરાવી શકો છો.

પાડોશીઓ, ઘરઘાટી, ટપાલી અને અન્ય લોકો સાથે વાત કરવાથી તેમનું સામાજિક આઇસોલેશન ઘટે છે અને તેઓ બહારની દુનિયાના સમાચારો મેળવી શકે છે.

ઉંમરલાયક વ્યક્તિઓને બાળકો સાથે વાતચીત કરવું ખુબ જ ગમે છે કારણકે બાળકોની નિખાસલતા અને નિર્દોષ હાસ્ય તેમને એક નવો ઉમંગ આપે છે. જોકે, અહીં સાવચેત રહેવું જરૂરી છે કે, બાળકો કોવિડ-19ની અસરો સામે ખુબ જ અસલામત હોય છે અને તેઓ વાયરસના સરળતાથી વાહક બની જાય છે. સામાન્ય રીતે બાળકો ઘરમાં વડીલો પ્રત્યે નીકટતા ધરાવતા હોય છે પરંતુ હાલના સંજોગોમાં બાળકોએ વડીલોથી સલામત અંતર રાખવું હિતાવહ છે. બાળકે ઘરમાં કોઇની પણ સાથે વાત કરવી હોય તો તેણે તેની વચ્ચે 1-2 મીટરનું અંતર રાખવું જોઇએ. બાળક જો બીમાર જણાય તો તે સાજો ના થાય ત્યાં સુધી તેને અલગ રાખવો જોઇએ.

ઉંમરલાયક વ્યક્તિઓ ફોન તેમજ વીડિયો કોલિંગની સુવિધા સાથેના કમ્પ્યુટર જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પણ મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહી શકે છે. જે લોકોને સાંભળવામાં તકલીફ પડે છે તેમના માટે આ ઉપકરણોમાં વિશેષ સુવિધાઓ હોય છે જે તેમને સંવાદ કરવામાં મદદ કરે છે. પરિવારના સભ્યો ઘરમાં રહેલા વડીલને વારંવાર ફોન કરવા, પત્ર લખવા અને તેમના આરોગ્યની પૃચ્છા કરતા મેસેજ મોકલવા માટે મિત્રો અને પરિવારજનોને પ્રોત્સાહિત કરી શકે છે.

લૉક ડાઉનને કારણે તમામ ધાર્મિક અને આધ્યાત્મના સ્થળો બંધ થઇ ગયા છે ત્યારે તેઓ અન્ય કોઇ વૈકલ્પિક પદ્ધતિ દ્વારા તેમની આધ્યાત્મિક જરૂરિયાત સંતોષી શકે તે મહત્વનું છે. આમાં, ઇન્ટરનેટર પર ધાર્મિક કાર્યક્રમો, ટીવી કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડામાં અવારનવાર મળતા વ્યક્તિઓને ફોન કોલને સમાવેશ થાય છે.

હળવી કસરત, યોગ, શ્વાસની કસરત, ધ્યાન અને પ્રાર્થના એ આધાત્મિક રીતે તંદુરસ્ત રહેવાની કેટલીક પદ્ધતિઓ છે. ઉંમરલાયક વ્યક્તિઓ મનોરંજન અને નવી માહિતીઓ માટે ટીવી જોતા હોય છે પરંતુ હાલમાં સમાચારોમાં કોવિડ-19ના સતત સમાચારો આવતા હોવાથી તેમના એક પ્રકારની હતાશા પેદા થવાનું જોખમ છે.

પરિવાર સાથે ગુણવત્તાસભર સંવાદ સાધવાની આ તક છે જ્યાં દાદા-દાદી તેમના બાળકોને તેમના અનુભવો કહી શકે, સરસ મજાની વાર્તાઓ સંભળાવી શકે છે. તેઓ બાળકોને ફેમિલી આલ્બમ ગોઠવવા જેવા કામોમાં જોતરી શકે છે તેમજ રસોઇમાં મદદ કરી શકે છે અને સલાહ આપી શકે છે.

બીમારીની શક્યતાને જોતા તમને તુરંત જ તબીબી મદદ ક્યાંથી મળી રહેશે તેનું આગોતરી આયોજન કરી રાખવું જરૂરી છે. સંભાળ પ્રદાતાએ સ્થાનિક દવાખાનાઓ, હોસ્પિટલો અને દવાની દુકાનો અંગે માહિતી મેળવી લેવી જોઇએ કે જે તબીબી સેવા માટે ખુલ્લા હોય. ઘરમાં દવાનો 2-3 મહિના ચાલી શકે તેટલો જથ્થો સંગ્રહ કરી રાખવો જોઇએ જેથી કરીને દવાઓની અછતની સ્થિતિમાં તમે મુશ્કેલીમાં ના મુકાવો.

સંભાળ પ્રદાતા જો બીમાર પડે તો મિત્ર કે સંબંધી ઇમરજન્સી કોન્ટેક્ટ તરીકે કામ કરી શકે છે. દાખલા તરીકે મારી 92 વર્ષની માતા બહુ હરીફરી શકતી નથી અને તે દીર્ઘકાલીન બીમારી ધરાવે છે. જોકે, તે રસોઇમાં મદદ કરીને, પારિવારિક બાબતોમાં અમને માર્ગદર્શન આપીને અને તેમના બાળપણની વાર્તાઓ કહીને પોતાની જાતને સક્રિય રાખે છે.

અમે પરિવારમાં ટીનએજર સાથે તેમનો સીધો સંપર્ક ટાળીએ છીએ પરંતુ ઘરમાં ટીનએજરને ગીતો ગાવા, ફની સ્ટોરીઝ કહેવા અને કેરમ જેવી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. કેરમમાં શારીરિક અંતર જળવાય છે સાથે સાથે તે મારી માતાની પ્રિય રમત પણ છે !

કોવિડ-19 લૉક ડાઉન અને સંભવિત લાંબા શારીરિક આઇસોલેશનને કારણે ખુબ જ તણાવપૂર્ણ છે. શારીરિક અંતરનો અર્થ તે નથી કે તમે વૃદ્ધોને સામાજિક રીતે પણ એકલા છોડી દો. ઘરમાં વૃદ્ધ ધરાવતા પરિવારે તેમની એકલતા દૂર કરવા માટે નવીન રસ્તાઓ શોધી કાઢવા જોઇએ જેથી કરીને આ કટોકટીના સમયે તેમનામાં એક શારીરિક અને માનસિક બળ જળવાઇ રહે.

લેખક ડૉ. વી રામણ ધારા હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.