ETV Bharat / bharat

જાપાનની એમ્બસીએ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પહેલો ફોટો જાહેર કર્યો - મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી સાકાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભારતમાં જાપાનની એમ્બેન્સીએ બુલેટ ટ્રેનની સત્તાવાર ઈમેજ જાહેર કરી છે. આ પ્રોજેક્ટ પુરો થયા બાદ મુંબઈથી અમદાવાદ વચ્ચેનો પ્રવાસ માત્ર 2 કલાકમાં કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, હુલેટ ટ્રેન પ્રોજેક્ટને ભારત સરકારે 5 વર્ષ પહેલાં મંજૂરી આપી હતી.

બુલેટ ટ્રેનનો પહેલો ફોટો જાહેર
બુલેટ ટ્રેનનો પહેલો ફોટો જાહેર
author img

By

Published : Dec 19, 2020, 7:08 PM IST

  • ભારતની બુલેટ ટ્રેનની સત્તાવાર ઈમેજ જાહેર કરાઈ
  • ભારતની જાપાન એમ્બસીએ ઈમેજ જાહેર કરી
  • 2 કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચાડશે

નવી દિલ્હી: ગતરોજ ભારત સ્થિત જાપાનની એમ્બસીએ બુલેટ ટ્રેનની સત્તાવાર ઈમેજ જાહેર કરી છે. આ ટ્રેનમાં થોડા બદલાવ કરવામાં આવશે અને તેનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ રેલ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ શરૂઆતમાં ઝડપથી કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં અવરોધ આવતાં મહારાષ્ટ્રમાં આ કામ ધીમું થઈ ગયું છે. 1.08 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી તૈયાર થઈ રહેલો આ પ્રોજેક્ટ વિલંબથી શરૂ થયો હતો. રાજકીય અવરોધને કારણે પણ આ પ્રોજેક્ટના કામ અસર પડી શકે છે.

જાપાનની એમ્બસીએ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પહેલો ફોટો જાહેર કર્યો

થોડા દિવસ પહેલા રેલવે બોર્ડના CEO અને ચેરમેને જણાવ્યું હતું કે, બ્રિજ અને ટનલ બનાવવાનું કામ ભારતીય કોન્ટ્રાક્ટર્સ કરી રહ્યા છે. જ્યારે સિગ્નલ, ટેલિકોમ અને રોલિંગ સ્ટોકનું કામ જાપાનની કંપનીને સોંપવામાં આવ્યું છે. વર્ષ 2018માં જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ જણાવ્યું હતું કે, ભારતમાં જલદીથી બુલેટ ટ્રેનનું કામ પૂર્ણ કરવા જાપાન કટિબદ્ધ છે.

1 ડિસેમ્બરે યોજાયેલી પત્રકાર પરિષદમાં રેલવે બોર્ડના CEO અને ચેરમેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણ આગામી 4 મહિનામાં 80 ટકા પુરું થઈ જશે. હાલમાં મહારાષ્ટ્રમાં 22 ટકા જેટલું જમીન સંપાદન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા 508 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ જાપાન સરકારના સહયોગથી એક વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમીટેડ દ્વારા નિર્માણાધીન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.