લુધિયાણાઃ પંજાબમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે લુધિયાણા સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના ચાર કર્મચારીઓમાં કોરોના વાઇરસ પોઝિટિવ મળી આવ્યો છે. આ માટે મંગળવારે ડૉકટર અને કર્મચારીઓ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
બધા જ ડૉકટર્સ અને હોસ્પિટલના કર્મચારીઓએ પોતાનું કામ છોડ્યું છે અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર સ્વાસ્થય વિભાગ દ્વારા તેમને પ્રદાન કરવામાં આવી રહેલા માસ્ક ખૂબ જ ખરાબ ગુણવતાવાળા છે. જેના માધ્યમથી કોઇ પણ પ્રકારના વાઇરસ સરળતાથી તેમાં પ્રવેશી શકે છે.
વધુમાં તેમણે કહ્યું કે, અમે દિવસ-રાત લોકોની સેવા કરીએ છીએ અને તેમ છતાં સરકાર અમારા જીવન સાથે ચેડા કરી રહી છે. જે ક્યારેય સહન કરવામાં આવશે નહીં.
સિવિલ હોસ્પિટલના એક વરિષ્ઠ ચિકિત્સકે કહ્યું કે, તેમને ખબર નથી કે, માસ્ક તેમની પાસે કઇ રીતે પહોંચે છે, પરંતુ તે માત્ર એટલું જાણે છે કે, માસ્ક ખૂબ જ ખરાબ ગુણવતાના છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે માસ્ક સરકાર દ્વારા મોકલવામાં આવ્યા હતા, તે સારી ગુણવતાના હતા, પરંતુ હવે તે ખૂબ જ ખરાબ ગુણવતાવાળા માસ્ક મોકલી રહ્યા છે. ડૉકટર્સે કહ્યું કે, તેમની સાથે કામ કરનારા કર્મચારીઓ ખૂબ જ ગરીબ છે અને તેમનું જીવન ખતરામાં છે.