ETV Bharat / bharat

ટોળાંઓએ આપત્તિ વિકરાળ બનાવી

છ સપ્તાહ પહેલાં દક્ષિણ કોરિયાએ પ્રથમ થોડાક કૉવિડ-૧૯ કેસ ખૂબ જ ધ્યાનપૂર્વક સંભાળ્યા. પરંતુ ‘દર્દી ૩૧’ સાથે બધું બદલાઈ ગયું. કેસ ૩૧ અથવા દર્દી ૩૧ તરીકે ઓળખાતી એક મહિલાએ નિષ્કાળજીથી ચર્ચોની મુલાકાત લીધી, હૉસ્પિટલો અને જાહેર સ્થળોએ તે ગઈ; તેનાથી હજારો નિર્દોષ દક્ષિણ કોરિયાઈ લોકોમાં ચેપ ફેલાઈ ગયો.

ટોળાંઓએ આપત્તિ વિકરાળ બનાવી
ટોળાંઓએ આપત્તિ વિકરાળ બનાવી
author img

By

Published : Apr 4, 2020, 8:43 PM IST

ન્યૂઝડેસ્ક : સરકારે લક્ષણો વગરનાં વાહકોથી થઈ શકે તેવી ગંભીરતા સમજી લીધી અને ઝડપતી પગલાં લીધાં. આ જ રીતે ભારતે પણ નિઝામુદ્દીન મરકઝને લીધે ચેપમાં જબ્બર ઊછાળો અનુભવ્યો. ૧૩ માર્ચથી ૧૫ માર્ચ દરમિયાન દેશના તમામ ખૂણેથી હજારો લોકોએ નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો. તેમાં સેંકડો વિદેશીઓએ પણ હાજરી આપી હતી. જ્યારે નિઝામુદ્દીનની તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર ઇન્ડૉનેશિયાના એક જૂથનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો તે પછી તેલંગણા સરકારે કેન્દ્ર સરકારને ચેતવી હતી. સરકારોએ તેલંગણામાં કૉવિડ-૧૯થી થયેલાં છ મૃત્યુ અને આંધ્ર પ્રદેશમાં અન્ય અનેક પૉઝિટિવ કેસ નિઝામુદ્દીન કાર્યક્રમના કારણે થયા હોવાનું સમજી લીધું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગઈ કાલે થયેલી વિડિયો પરિષદમાં મુખ્ય પ્રધાનોએ પુષ્ટિ કરી કે મરકઝમાં હાજર રહેનાર લોકોની ભાળ મેળવી લેવાય છે. જ્યાં સુધી હાજર રહેનાર લોકોની ભાળ ન મેળવાય ત્યાં સુધી પૉઝિટિવ કેસોની સંખ્યા વિશે આપણે સ્પષ્ટ તારણ પર ન આવી શકીએ. તેમની તબીબી તપાસ કરવી અને ચેપવાળા લોકો તેમજ તેમના સંપર્કવાળાઓને એકાંતમાં રાખવાની પ્રક્રિયા જટિલ છે અને તેને અવગણી શકાય નહીં.

કેજરીવાલ સરકારે ૧૨ માર્ચે કૉવિડ-૧૯ને જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરી હતી અને દિલ્હીમાં મોટા પ્રમાણમાં ભેગા થવા કે ટોળાંઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. શરૂઆતમાં એવી સલાહ અપાઈ હતી કે એક સ્થળે ૨૦૦ લોકોથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે, પરંતુ એક જ દિવસના સમયમાં આ સંખ્યા ઘટાડીને ૫૦ કરી દેવાઈ હતી. તબલીગી જમાતે હજારો લોકોની બેઠક કેવી રીતે યોજી અને આ બેઠકનું ષડયંત્ર કોણે ઘડ્યું તે પ્રશ્નો વણઉત્તર રહ્યા છે. લોકોની જિંદગીને જોખમમાં નાખીને ધાર્મિક કાર્યક્રમ બોલાવનાર મૌલાના મોહમ્મદ સાદ સામે કેસ નોંધવા પોલીસને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આદેશ આપ્યો તે પછી જમાતનો વડો છુપાઈ ગયો. દિલ્હીની સરકાર નિર્દેશો અને માર્ગદર્શિકાઓ જાહેર કરીને સંતોષ માની રહી હતી ત્યારે વિદેશથી પરત ફરેલા, ખાસ કરીને મલયેશિયા અને ઇન્ડોનેશિયા જેવા કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દેશોના લોકો પોતાનો પ્રવાસ ઇતિહાસ છુપાવી રહ્યા હતા. દિલ્હી સરકારે ૩ માર્ચથી આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે વિશેષ વિઝા પ્રણાલિ દાખલ કરી. જ્યારે દિલ્હીના બે વિદેશી પર્યટકોનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો અને કોઇમ્બતુરમાં એક જણનું મૃત્યુ થઈ ગયું ત્યારે જો સત્તાવાર તંત્ર સાબદું હોત તો આપણે મોટું જોખમ ટાળી શક્યા હોત. ઓછામાં ઓછું, નિઝામુદ્દીન બનાવ પછી સરકારોએ ટોળાઓને વિખેરવા માટે વધુ તકેદાર રહેવું જોઈએ. રાષ્ટ્રભરમાં ઘર-વાસ પૂરો થાય તે પહેલાં એ નક્કી કરવું જોઈએ કે હવે વધુ એકત્રીકરણના બનાવો ન બને. સ્થળાંતરિત શ્રમિકોનું સ્થળાંતર એ માત્ર ઉત્તર પ્રદેશ અને બિહાર માટે જ જોખમી નથી પરંતુ સમગ્ર દેશ માટે છે.

વિશ્વ ભરમાં જે દરે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. કેસોની સંખ્યા ૯.૫ લાખે પહોંચી ગઈ છે જ્યારે વાઇરસથી વિશ્વભરમાં ૫૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકા જેણે શરૂઆતમાં આ ચેપને અવગણ્યો, તેમાં હવે આ મહામારીના અંત સુધીમાં ૨.૫ લાખ મૃત્યુ થાય તેવી આગાહી કરી રહ્યું છે. ઈટાલીમાં પ્રથમ ૧૦૦ કેસો પછી, થોડાં સપ્તાહોની અંદર જ, કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી લાખોમાં પહોંચી ગઈ. ભારતમાં ભલે અસર ઓછી હોય, નિઝામુદ્દીન જેવા બનાવો ચેપને ભડકાવવામાં ઈંધણનું કામ કરશે. તબલીગી જમાત પછી, કેન્દ્રએ દેશમાં વાઇરસ ખૂબ ઝડપથી અને મોટા પ્રમાણમાં ફેલાઈ શકે તેવાં ૨૦ સ્થળો ઓળખ્યાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાન સહિત છ રાજ્યોમાં કેસો સર્વોચ્ચ સંખ્યામાં છે. વડા પ્રધાને રાજ્યોને લૉકડાઉન પછી અમલમાં મૂકવા માટે અનુકૂળ નિર્ગમન રણનીતિ દરખાસ્ત કરવા જણાવ્યું છે. આ રણનીતિઓના ભાગરૂપે, લૉકડાઉન થોડાં વધુ સપ્તાહો સુધી લંબાવવાની સંભાવના છે. દરમિયાનમાં, લોકોને પકડવા અને તેમના ટેસ્ટ કરાવવા અને ચેપી લોકોને અલગ પાડવા માટે જડબેસલાક કાર્યયોજનાનો અમલ કરવો જરૂરી છે. જેમ સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું તેમ, કૉવિડ-૧૯ કરતાં ભય મોટી સમસ્યા છે. આ છુપા દુશ્મન સામે લડવાના કોઈ પણ તબક્કે, સરકારના ભાગે નિષ્કાળજી સમગ્ર દેશને જોખમમાં મૂકી દેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.