દાબલોના મેયર ઔસમાનો જોગોએ કહ્યું કે, “હથિયારબંદ હુમલાખોરોએ કૈથોલિક ચર્ચ પર હુમલો કર્યો હતો. તેમણે લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો.” સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનીય સમયાનુસાર સવારે 9:00 વાગ્યે થયેલા હુમલામાં માર્યા ગયા લોકોમાં ચર્ચના પાદરી પણ સામેલ છે.
એક અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓએ આસપાસની દુકાનો અને એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પણ આગ લગાવી હતી. છેલ્લા 5 સપ્તાહમાં બુર્કિનો ફાસોમાં ચર્ચો પર આ ત્રીજો હુમલો છે.