લખનૌઃ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટીમ-11ની બેઠકમાં સ્વાસ્થય સેવાઓની સમીક્ષા કરવામાં આવી છે. CM યોગીએ પ્રદેશના સ્વાસ્થય સેવાઓને વધુ સારી કરવા માટે નિર્દેશ આપ્યો છે. કોરોના સામે લડવાની સાથે જ પ્રદેશમાં વધુ સારી ઇમરજન્સી સ્વાસ્થય સેવાઓ આપવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઇમરજન્સી સેવાઓ માટે બધા 75 જિલ્લાઓની સરકારી હોસ્પિટલમાં 23 હજાર બેડની સાથે 2481 વિશેષજ્ઞ ડૉકટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાને ચિકિત્સા સેવાઓને વધુ સારી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, યૂપીમાં બે પ્રકારના હોસ્પિટલ છે- કોવિડ 19 અને નૉન કોવિડ 19. પ્રદેશમાં 41 હજારથી વધુ આઇસોલેશન બેડ કોરોના માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. 1250થી વધુ વેન્ટિલેટર બેડ અને 21 હજાર ક્વોરન્ટાઇન બેડ તૈયાર છે.
સ્વાસ્થય કર્મીઓને આપવામાં આવ્યું પ્રશિક્ષણ
CM યોગીએ કહ્યું કે, ઇમરજન્સી સેવાઓ માટે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 23 હજારથી વધુ બેડ અને 2481 વિશેષજ્ઞ તૈયાર મળશે. 660 ખાનગી હોસ્પિટલોમાં પણ એક લાખથી વધુ બેડ ઇમરજન્સી સેવા માટે તૈયાર છે. મેડિકલ ઇન્ફેક્શન રોકવા માટે સ્વાસ્થય કર્મીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, ઇમરજન્સી સેવાઓ શરુ થઇ ચૂકી છે. ઇ-પરામર્શ શરુ થઇ ચૂક્યું છે. તે માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટેલી કન્સલટન્સીની પણ દરેક જિલ્લામાં વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય વ્યક્તિ તેના પર ફોન કરીને ડૉકટરો પાસેથી સલાહ લઇ શકે છે.
આ બેઠકમાં મુખ્ય પ્રધાનની સાથે તબીબી શિક્ષણ અને નાણા પ્રધાન સુરેશ ખન્ના, તબીબી આરોગ્ય પ્રધાન વિજય પ્રતાપ સિંઘ સહિત અનેક પ્રમુખ અધિકારીઓ હાજર હતા.