શહેરના આઈકોન એકેડની જૂનિયર કોલેજમાં અંગ્રેજી વિભાગના સહાયક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પાપ્ર બેનરજીને ગુરૂવારે આતંરવાદી હુમલાની નિંદા કરી હતી, પરંતુ જમ્મુ-કશ્મીરમાં નાગરિકો પરના અત્યાચાર માટે ભારતીય સેનાને પણ ગુનેગાર ઠેરાવી છે. કોલેજ અધિકારીઓએ શનિવારે જારી કરાયેલા એક પત્રમાં જણાવ્યું કે, જ્યાં સુધી સક્ષમ અધિકારી દ્વારા આ બાબતનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે. બેનરજીએ કહ્યું કે પોસ્ટ વિશે તેમને વિવિધ યુજર્સ તરફથી ધમકીઓ મળી છે.
તેમણે શનિવારે એક અન્ય ફેસબુર પોસ્ટ પર કહ્યું કે, મારા ઈનબોક્સમાં સતત દુષ્કર્મ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીઓવાળા મેસેજ આવી રહ્યા છે. જો મને કાઈ નુકસાન થશે તો આસામ પોલીસે મારી પાછલી FIRમાં નોંધાવેલા લોકોના નામો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. તે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.