નવી દિલ્હીઃ તમિલમાં જ નહીં બોલિવૂડમાં પોતાની એક્શન સ્ટાઈલ અને દમદાર અભિનય માટે ઓળખાતા રજનીકાંત બેયર ગ્રિલ્સના એડવેન્ચર શો મેન વર્સેસ વાઈલ્ડમાં જોવા મળશે. આ શૉનું શૂંટિગ કર્ણાટકના બંદીપુરમાં થયું છે. તેમણે સોમવારે મૈસૂર જઈને શૂંટિગ કર્યુ હતું. તે દરમિયાન તેઓને સમાન્ય ઈજા પણ થઈ હોવાની માહિતી મળી છે.
![સુપરસ્ટાર રજનીકાન્ત ‘એડવેન્ચર શૉ મેન વર્સેસ વાઈલ્ડ’માં જોવા મળશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5878451_rajni.jpg)
પોતાની યુનિક એક્શન સ્ટાઈલ અને અસરકાર ડાયલૉગ છટા ધરાવનાર તમિલ સુપરસ્ટારે લોકોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમના એક્શનનો જાદુ હજુ પણ લોકોમાં ઉર્જા સ્ફૂરવાનું કામ કરે છે. આમ, 50 વટાવી ચૂકેલા આ સ્ટાર આજે પણ એક્શન સીનમાં યુવા અભિનેતાને હંફાવે છે. તેમની જોશીલી છબી આપણને બેયર ગ્રિલ્સના ‘એડવેન્ચર શૉ મેન વર્સેસ વાઈલ્ડમાં જોવા મળશે.
આ ખાસ એપિસોડ માટે રજનીકાંત સોમવારે ચેન્નાઈના મૈસૂર માટે રવાના થયા હતા. શૂંટિગ કરીને તેઓ ચૈન્નાઈથી પરત ફર્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ શૉનું શૂટિંગ મંગળવારે રજનીકાંત અને બેયર ગ્રિલ્સે શરૂ કર્યુ હતું. તે દરમિયાન રજનીકાંતને સામાન્ય ઈજા પણ થઈ હતી.