નવી દિલ્હી: દિલ્હી હિંસા મામલામાં આરોપી આપના કાઉન્સિલર તાહિર હુસૈન આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં સરેન્ડર અરજી કરી હતી. જેને કોર્ટે સ્વીકારી નથી. તાહિર હુસૈન પર દિલ્હી હિંસા દરમિયાન IB અધિકારી અંકિત શર્માની હત્યા કરવાનો આરોપ છે. CAAને લઇને દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં હિંસામાં 48 લોકોના મોત થયા હતા.
દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં CAA (નાગરિકતા સુધારા કાયદા)ને લઇને હિંસા ભડકી હતી. જેમાં 48 લોકો ઘાયલ થયા હતા અને 200થી વધારે લોકોના ઘાયલ થયા હતા. હિંસા દરમિયાન IB અધિકારી અંકિત શર્મા લાપાત થયા હતા. જે બાદ હિંસાગ્રસ્ત ચાંદબાગના એક નાળા મૃતદેહ મળ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, અંકિત શર્માની ક્રુરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, દિલ્હી હિંસામા તાહિરનું નામ આવ્યા બાદ આપને તાહિર હુસૈનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો.