રાફેલ ડીલમાં અનેક મહત્વના પડાવ આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી સહિત ઘણા લોકોએ કેન્દ્ર સરકાર પર કરોડો રુપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.
શું છે આખો મામલો
આ કેસમાં ભ્રષ્ટાચાર SBI તપાસ અથવા FIR કરવાની માગ
આ કેસમાં સુનાવણી થયા બાદ ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે સરકારને ક્લિનચીટ આપી હતી
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ
- પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશંવત સિંહા અને વકીલ પ્રશાંત ભૂષણે પૂર્નવિચાર અરજી દાખલ કરી હતી
પૂર્નવિચાર અરજીનો મુખ્ય આધાર
- સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં અનેક ક્ષતિઓ
- ચુકાદો ખોટા દાવાઓ ઉપર આધારિત હતો
- ચુકાદો સ્વાભાવિક ન્યાયના સિદ્વાંતની વિરુદ્વ છે
- એક અખબારમાં છપાયેલા અહેવાલમાં ઘણા તથ્યો બહાર આવ્યા હતા.
શું હતો કેન્દ્ર સરકારનો જવાબ
- નિર્ણય લેવાની પ્રક્રિયા, મૂલ્ય નિર્ધારણ અને ભારતીય ઑફસેટ સહયોગની પસંદગી માટે કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. આવું સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યુ છે.
- નવા આધાર-પૂરાવાઓ સત્તાવાર રીતે નથી પ્રાપ્ત થયા
- રક્ષા ડીલમાં ઘણા મુદ્દાઓ પર ગુપ્તતા જાળવવી જરૂરી છે.
- રક્ષા ડીલમાં વડાપ્રધાન કાર્યલાયની ભુમિકા અને નિગરાણીને હસ્તક્ષેપ ન કહેવાય