અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદો પાંચ જજોનાં એકમતથી આપવામાં આવ્યો હતો. ચુકાદા અનુસાર વિવાદાસ્પદ જમીન ટ્રસ્ટને સોપવામાં આવશે. જે ટ્રસ્ટ કેન્દ્ર સરકાર બનાવશે. મુસ્લીમ પક્ષને અલગથી પાંચ એકર જમીન આપવાનો નિર્ણય કર્યો છે.
પી એન મિશ્રાએ કહ્યું કે, 2.77 એકરનો વિવાદિત પ્લોટ હિન્દુઓને આપવામાં આવ્યો છે, કારણ કે જન્મસ્થળ બદલી શકાતું નથી. પી એન મિશ્રાના જણાવ્યા અનુસાર, 67 એકર જમીન નજીક બીજુ ધર્મસ્થળ બનાવીએ તો વિવાદ થઈ શકે છે. આથી તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142નો ઉપયોગ કરીને અન્ય એક જગ્યાએ મુસ્લીમોને પાંચ એકર જમીન આપવાનું કહ્યું છે.
1993ની દલીલમાં તે જગ્યાએ મસ્જિદના નિર્માણનો ઉલ્લેખ કરતા પી એન મિશ્રાએ કહ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ રાજ્ય સરકારની સલાહ હેઠળ કેન્દ્ર સરકાર અયોધ્યામાં જ બીજી કોઈ જગ્યાએ મસ્જિદ માટે જમીન આપી શકે છે. આ ખૂબ જ સારો નિર્ણય છે. આ નિર્ણય હિન્દુઓ અને મુસ્લિમોની માન્યતાઓ અને શાસ્ત્રોનું મૂલ્યાંકન કરી, તેનુ અર્થઘટન કર્યા બાદ આપવામાં આવ્યું છે.
એક નજર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર...
- સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટ્રસ્ટની સ્થાપનામાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ આપવા માટે વિચાર કરવા કહ્યું છે
- કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકારે આધિકારિયોને ભવિષ્યની કર્યવાહીની દેખરેખ રાખશે
- 2.77 એકર વિવાદિત જમીનની માલિકી કેન્દ્ર સરકારના રિસીવર પાસે રહેશે.
- નિર્મોહી અખાડાની અરજીમાં વિવાદિત જમીન પર નિયંત્રણ આપવાની માગની SCએ દરખાસ્ત નામંજુર કરી
- SCએ કેન્દ્ર સરકાર પાસે 3 મહિનામાં યોજના બનાવી, મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા માટે આદેશ આપ્યો છે
- SCએ મુસલમાનોને નવી મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક જમીન આપવાનો નિર્ણય કર્યો છે
- બાબરી મસ્જિદને નુકસાન કરવું એ ગુનાહિત પ્રવૃતિ હતી
- યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અયોધ્યા વિવાદમાં પોતાનો કેસ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો હતો, સામે હિન્દુઓએ પોતાનો દાવો રજુ કર્યો કે, મંદિરના પ્રાંગણની જમીન તેમના હસ્તક છે.
- વિવાદિત જમીનનાં બાહરી પ્રાંગણ પર મુસ્લિમ પક્ષની માલિકી નહોતી. મુસ્લિમ પક્ષે એવા કોઈ પુરાવા રજુ કરી શક્યા નથી કે, આ જમીન પર માત્ર તેમનો જ હક હતો.
- સમસ્યાનું સમાધાન આસ્થા અને વિશ્વાસ આધારે થતું નથી. તેની માટે ચોકક્સ મુદ્દો હોવો જરૂરી છે.
- સીતા રસોઇ, રામ ચબુતર અને ભંડાર ગૃહનું અસ્તિત્વ આ સ્થાનની ધાર્મિક હકીકતની સાક્ષી છે.
- હિન્દુઓનું માનવું છે કે ભગવાન રામનો જન્મ વિવાદિત બંધારણ હેઠળ થયો હતો, તે નિર્વિવાદ છે.
- વિવાદિત સ્થળને હિન્દુઓ આ ભગવાન રામનું જન્મસ્થળ માને છે. જેનું મુસ્લિમો પણ સમર્થન કરે છે.
- ASIના અહેવાલમાં સાબિત થયું છે કે, મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતુ. જેથી જમીન નીચેથી સંરચના ઇસ્લામિક માળખા પ્રમાણે નહોતી.
- ASIએ દ્વારા સાબિત થયું છે કે, જે વિવાદિત માળખાને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યાં એક મંદિર હતું. બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી નહોતા
- સુનાવણી દરમિયાન (ASI) રિપોર્ટ પર દલીલો કરવામાં આવી હતી. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના (ASI) તારણોને અવગણી શકાય નહીં.
- નિર્મોહી અખાડાના દાવાને સુપ્રિમે નકાર્યા છે. CJI ગોગોઇએ જણાવ્યું છે કે, આસ્થા અને વિશ્વાસને સ્વીકાર કરી બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.
- આ વિવાદિત જમીન મહેસૂલના રેકોર્ડના આધારે સરકારી હતી.
- સુન્ની વકફ બોર્ડની અરજી નામંજૂર કરી છે. કારણ કે, તેનો દાવો બંધારણીય રીતે વિવાદિત હોવાથી તેને ફગાવવમાં આવ્યો છે
પેનલે તેમના 1045ના પાનાનો ચુકાદામાં જણાવ્યું કે, નવી મસ્જિદનું નિર્માણ 'પ્રમુખ સ્થાન' પર થવુ જોઈએ. મંદિરના નિર્માણ માટે ત્રણ મહિના અંદર ટ્રસ્ટનું નિર્માણ કરવું, જેના પ્રત્યે હિન્દુઓની શ્રદ્ધા છે કે, રામનો જન્મ ત્યાં થયો હતો. 2.77 એકર વિવાદિત જમીનનો અધિકાર રામ લલા વિરાજમાનને સોપી દેવામાં આવે. જો કે આ જમીનની માલિકી કેન્દ્ર સરકારના રિસિવરની રહેશે. વિવાદિત સ્થળના બાહ્ય જગ્યામાં હિન્દુઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી.
પુરાવા બતાવે છે કે, શુક્રવારે મસ્જિદમાં મુસ્લિમો દ્રારા નમાઝ પણ પઢવામાં આવતી હતી, જે દર્શાવે છે કે તેમને સ્થળ પર કબજો છોડ્યો નહોતો. મસ્જિદમાં નમાઝમાં અવરોધ હોવા છતાં પુરાવા સૂચવે છે કે, ત્યાં નમાઝ પઢવાનું ચાલુ રાખ્યું હતું. અયોધ્યામાં વિવાદિત સ્થળેથી મળેલ માળખું ઇસ્લામિક નથી, પરંતુ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણે પણ સાબિત કર્યું નથી કે, મસ્જિદના નિર્માણ માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. હિન્દુઓ આ વિવાદિત સ્થળને ભગવાન રામનું જન્મસ્થળ માને છે.