ETV Bharat / bharat

અયોધ્યામાં બનશે રામ મંદિર, મસ્જિદ માટે 5 એકર વૈકલ્પિક જમીન - બાબરી ધ્વંસ

અયોધ્યા જમીન વિવાદઃ ઐતિહાસિક ચુકાદો LIVE...
author img

By

Published : Nov 9, 2019, 10:14 AM IST

Updated : Nov 9, 2019, 4:21 PM IST

14:06 November 09

PM મોદીએ ટ્વીટ શાંતિ માટે અપીલ

PM મોદીએ ટ્વીટ શાંતિ માટે અપીલ
PM મોદીએ ટ્વીટ શાંતિ માટે અપીલ

વડાપ્રધાને ટ્વીટ કરતા કહ્યું કે દેશના સર્વોચ્ચ ન્યાયાલયે અયોધ્યા પર પોતાનો ચુકાદો આપ્યો છે.આ ચુકાદાને હાર  અને જીતના સ્વરૂપે ન જોવામાં આવે, રામભક્તિ હોય કે રહીમભક્તિ, આપણા સૌ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાની છે. દેશવાસીઓને અપીલ છે કે શાંતિ, સદભાવના અને એકતા જાળવી રાખે.

14:04 November 09

સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માનઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવ્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે તમામ લોકોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઈએ.

12:53 November 09

અયોધ્યા નિર્ણય પર સહમત નથીઃ અસદુદ્દીન ઓવૈસી

અયોધ્યાના ચુકાદા સાથે સહમત ન હોવાનું અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સંબોધનમાં કહ્યું છે. 

12:08 November 09

મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અસંતુષ્ટ

મુસ્લિમ આગેવાન જફરિયાજ જિલાનીએ ચુકાદા અંગે કહ્યું કે અમે નિર્ણયથી સંતુષ્ટ નથી. આખા ચુકાદાના અભ્યાસ બાદ આગળની રણનીતિ પર કામ કરાશે.

12:04 November 09

દિલ્હી CM કેજરીવાલ અને બિહાર CM નીતિશ કુમારે સુપ્રીમના નિર્ણયનું કર્યુ સ્વાગત

અયોધ્યા વિવાદીત જમીન મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે નિર્ણયને વધાવી લીધો છે. તેમજ લોકોને નિર્ણયને આવકરવા માટે આહ્વાન કર્યુ છે.

11:50 November 09

દેશનો મહત્વનો મુદ્દો આજે પૂર્ણઃ ઈકબાલ અંસારી

ઈકબાલ અંસારીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યુ છે.

11:40 November 09

વિવાદીત જમીન રામલલ્લા બિરાજમાનને સોંપાઈ

વિવાદીત જમીન રામલલ્લા બિરાજમાનને સોંપાઈ

11:34 November 09

રામ મંદિર માટે સરકાર 3 મહિનામા યોજના બનાવે

સુપ્રીમ કૉર્ટે પોતાના ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે કે ટ્રસ્ટને સાથે રાખી સરકાર ત્રણ મહિનામાં રામ મંદિરની યોજના બનાવે. ટ્રસ્ટમાં 3 સભ્યોની નિમણૂક કરાશે. બાદમાં અહીં રામમંદિર બનાવાશે.

11:33 November 09

નિર્મોહી અખાડાનો દાવો ગેરમાન્ય

સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવાને ગેરમાન્ય ઠેરવ્યો છે.

11:14 November 09

વિવાદીત જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળી

નિર્ત્ય ગોપાલદાસજી મહારાજ

અયોધ્યા જમીન વિવાદમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કૉર્ટે તમામ બાબતોને ધ્યાનમાં રાખી વિવાદીત જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપી છે. આ ટ્રસ્ટ યુપી સરકાર સાથે મળી મંદિરનું નિર્માણ કરી શકશે.

11:13 November 09

સુન્ની વકફ બૉર્ડને અયોધ્યામાં જ 5 એકર જમીન અપાશે

11:12 November 09

સુન્ની વકફ બૉર્ડને વૈકલ્પિક જમીન અપાશેઃ સુપ્રીમ

અયોધ્યા જમીન વિવાદ કેસ અંગે સર્વાનુમતે ચુકાદો વાંચતા સુપ્રીમે કહ્યું કે હિન્દુઓને વિવાદિત જમીન શરતોને આધિન મળશે. દરમિયાન મુસ્લિમોને વૈકલ્પિક જમીનની સીધી ફાળવણી કરવામાં આવશે.

11:01 November 09

વિશ્વાસ એ વ્યક્તિગત માન્યતાનો વિષય છેઃ સુપ્રીમ કોર્ટ

નિર્મોહી અખાડાએ ફક્ત મેનેજમેન્ટનો છે. નિર્મોહી અખારા 'શબૈત' નથી. પુરાતત્ત્વ અહેવાલો પર દલીલો કરવામાં આવી હતી. પુરાતત્ત્વીય સર્વે .ફ ઈન્ડિયાના ઓળખપત્રો શંકાથી બહાર છે અને તેના તારણોને અવગણી શકાય નહીંઃ સુપ્રીમ કૉર્ટ

10:59 November 09

વિવાદીત જમીનના બાહ્ય વિસ્તારમાં હિન્દુઓનો કબ્જો હતોઃ સુપ્રીમ

એવા પુરાવા છે કે બ્રિટિશરો આવતા પહેલા રામ ચબુત્રા, સીતા રસોઈની હિન્દુઓ દ્વારા પૂજા કરવામાં આવતી હતી. રેકોર્ડમાં પુરાવાના આધારે માલુમ પડે છે કે વિવાદિત જમીનની બાહ્ય વિસ્તારમાં હિન્દુઓનો કબ્જો હતો.: સુપ્રીમ કોર્ટ

10:46 November 09

ASI રિપોર્ટમાં મંદિર હોવાનો પુરાવોઃ સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ASI રિપોર્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમાં મંદિર હોવાનો પુરાવો છે. ખોદકામમાં મળેલુ માળખુ બિન ઈસ્લામિક છે. ASIએ મંદિર અંગે સ્પષ્ટ કહ્યું નથી.થોડી વારમાં આવશે અયોધ્યા વિવાદ મુદ્દે ચુકાદો..

10:40 November 09

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુરક્ષા અંગે બેઠક બોલાવી

ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે એક બાદ એક બેઠકો ચાલી રહી છે. આ દરમિયાન જ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. તેઓ પોતે કન્ટ્રોલ રૂમ હાજર રહી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે.

10:38 November 09

અજિત ડોભાલ ગૃહપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ અને અન્ય તમામ રાજ્યોમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

અજિત ડોભાલ ગૃહપ્રધાન સાથે સુરક્ષા અંગે વાર્તાલાપ કરશે.

10:29 November 09

ચુકાદો આપનારી બેચના તમામ 5 જજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ચુકાદો આપનાર તમામ પાંચ જજ સુપ્રીમ કોર્ટ આવી પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

10:07 November 09

સુન્ની વક્ફ બૉર્ડને 5 એકર વૈકલ્પિક જમીન ફાળવાઈ

દેશના દિગ્ગજ નેતાઓ અને ધાર્મિક આગેવાનો દ્વારા શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ અને સદભાવનાની અપીલ કરી

સંઘ પ્રમુખ મોહન ભાગવતે શાંતિની અપીલ કરી.

હિન્દુ અને મુસ્લિમ ધર્મના આગેવાનોએ પણ કરી શાંતિની અપીલ

Last Updated : Nov 9, 2019, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.