ETV Bharat / bharat

બિલ્કીસ બાનુ કેસઃ બે સપ્તાહમાં વળતર ચુકવવા સુપ્રીમનો ગુજરાત સરકારને આદેશ

નવી દિલ્હી: સમગ્ર દેશને હચમચાવી મુકનાર બિલ્કીસ બાનુ સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે સપ્તાહમાં વળતર આપવાનો નિર્દેશ કર્યો છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનુને સરકારી નોકરી અને આવાસ આપવાનો પણ આદેશ કર્યો હતો. સામૂહિક દુષ્કર્મ પીડિતા બિલ્કીસ બાનુને 50 લાખનું વળતર આપવાનો સુપ્રીમે આદેશ આપ્યો હતો

latest upadates in Bilkis Bano case
author img

By

Published : Sep 30, 2019, 11:48 AM IST

Updated : Sep 30, 2019, 1:07 PM IST

જ્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત પાંચ લાખ રૂપિયાના વળતર સામે બિલ્કીસે આ વળતર યોગ્ય ન હોવાની સુપ્રીમમાં અપીલ કરી હતી. જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે સપ્તાહમાં વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.

વર્ષ 2002માં ગુજરાતમાં દુષ્કર્મ પીડિત બિલ્કીસ બાનોને 17 વર્ષ પછી સુપ્રીમ કોર્ટથી ન્યાય મળ્યો હતો. આ વખતે બિલ્કીસે ઈ ટીવી સાથે વાતચીત કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સંતુષ્ટી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, મારો 16 વર્ષનો પ્રયત્ન આખરે સફળ થયો છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કિસ બાનોને રોકડ વળતર, એક ઘર અને તેમના રોજગારની જગ્યાએ સરકારી રોજગારી પૂરી પાડવા આદેશ આપ્યો હતો. 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના ગામોમાં બર્બરતા કરવામાં આવી હતી. જેમાં ગર્ભવતી બિલ્કિસ બાનો સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષોમાં તેના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે બિલ્કીસ સાથે રહ્યા હતા અને ન્યાય માટેની તેની લડતમાં ટેકો આપ્યો હતો. ન્યાય માટેની લાંબી લડત અને આખરે ન્યાયનું એક ઉદાહરણ બિલ્કિસ બાનો બની હતી.

Intro:Body:

બિલ્કીસ બાનુ કેસઃ બિલ્કીસને બે સપ્તાહમાં વળતર ચુકવવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી: સમગ્ર દેશને હચમચાવી મુકનાર બિલ્કીસ બાનુ સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે સપ્તાહમાં વળતર આપવાનો નિર્દેશ કર્યો છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનુને સરકારી નોકરી અને આવાસ આપવાનો પણ આદેશ કર્યો હતો. સામૂહિક દુષ્કર્મ પીડિતા બિલ્કીસ બાનુને 50 લાખનું વળતર આપવાનો સુપ્રીમે આદેશ આપ્યો હતો.  

જ્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત પાંચ લાખ રૂપિયાના વળતર સામે બિલ્કીસે આ વળતર યોગ્ય ન હોવાની સુપ્રીમમાં અપીલ કરી હતી. જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે સપ્તાહમાં વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.

વર્ષ 2002માં ગુજરાતમાં દુષ્કર્મ પીડિત બિલ્કીસ બાનોને 17 વર્ષ પછી સુપ્રીમ કોર્ટથી ન્યાય મળ્યો હતો. આ વખતે બિલ્કીસે ઈ ટીવી સાથે વાતચીત કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સંતુષ્ટી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, મારો 16 વર્ષનો પ્રયત્ન આખરે સફળ થયો છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કિસ બાનોને રોકડ વળતર, એક ઘર અને તેમના રોજગારની જગ્યાએ સરકારી રોજગારી પૂરી પાડવા આદેશ આપ્યો હતો. 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના ગામોમાં બર્બરતા કરવામાં આવી હતી. જેમાં ગર્ભવતી બિલ્કિસ બાનો સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષોમાં તેના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે બિલ્કીસ સાથે રહ્યા હતા અને ન્યાય માટેની તેની લડતમાં ટેકો આપ્યો હતો. ન્યાય માટેની લાંબી લડત અને આખરે ન્યાયનું એક ઉદાહરણ બિલ્કિસ બાનો બની હતી.

Conclusion:
Last Updated : Sep 30, 2019, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.