'અગ્નિ-2' ભારતનું મધ્યવર્તી બૈલિસ્ટિક મિસાઈલ છે. જે સંરક્ષણ વિકાસ સંગઠન દ્વારા વિકસિત કરવામાં આવી છે. આ મિસાઈલ આધુનિક ટેક્નીકથી બની છે. જેની લંબાઈ 21 મીટર અને પહોંળાઈ 1.3 મીટર છે.
'અગ્નિ -2' મિસાઇલ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે. જે 1 ટન પેલોડ વહન કરવામાં સક્ષમ છે. જેના 3 તબક્કામાં પ્રોપલ્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. આમ, 2000 કિ.મી ની ક્ષમતા ધરાવતી પરમાણુ મિસાઈલનું પરીક્ષણ ડૉ.અબ્દુલ કલામ આઇલેન્ડથી કરાયું છે.