ETV Bharat / bharat

સહારનપુરમાં મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેનથી વતન મોકલવામાં આવ્યા - મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓ વિશેષ ટ્રેન

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ફસાયેલા મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ માટે જિલ્લા વહીવટીતંત્રે એક વિશેષ ટ્રેન શરૂ કરી છે. ટ્રેનને પહેલાથી જ સેનિટાઇઝ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને રેલ્વે વિભાગ દ્વારા ખાવા-પીવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

મદરેસા
મદરેસા
author img

By

Published : May 19, 2020, 11:56 PM IST

સહારનપુર: કોરોના વાઇરસને કારણે એક તરફ સમગ્ર દેશ લડી રહ્યો છે. આ જ સમયે વધતા પોઝિટિવ કેસોને કારણે મરકઝ જમાતીયોની મુશ્કેલીઓ વધી રહી છે.

લોકડાઉન લાગવાથી ફક્ત હજારો માઇલ દૂર આવતા દૈનિક વેતન મજૂર જ નહીં, ઇસ્લામિક તાલીમ પ્રાપ્ત કરવા મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા. વિશ્વ વિખ્યાત ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા સહિત તમામ મોટી મદરેસાના વિદ્યાર્થીઓને મંગળવારે વિશેષ ટ્રેન દ્વારા તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે.

જિલ્લા વહીવટીતંત્રે મણિપુર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ સહિતના અનેક રાજ્યોના વિદ્યાર્થીઓને ટ્રેનમાં મોકલ્યા છે. 500થી વધુ મદરેસા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયા બાદ તમામની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. નામ, સરનામું અને ફોન નંબર બાદ, તમામ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ટ્રેન શરુ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આ વિદ્યાર્થીઓને બેસાડીને તેમના વતન તેમજ જિલ્લામાં મોકલવામાં આવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.