JNUમાં વિદ્યાર્થીઓ 20 ઓક્ટોમ્બરે જાહેર કરેલ હોસ્ટેલ મેન્યુઅલ અને વધેલી ફીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ બાબતને લઇને વિદ્યાર્થીઓએ સંસદ અને રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કાઢી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસમાં ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓએ લગભગ એક મહિનાથી એડમિન બ્લોક પર કબજો કર્યો છે. તેમજ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ કુલપતિના કાર્યાલયે પ્રદર્શન દરમ્યાન ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
હોસ્ટેલ મેન્યુઅલ અને વધેલી ફીને લઇને માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી. જેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને પોતાનું સૂચન આપ્યું હતું.

