મુંબઇઃ ભારત ચીન સીમા વિવાદને લઇને સમગ્ર દેશમાં ચીન વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કડીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારે ત્રણ કંપનીઓની સાથે કરેલા લગભગ 5000 કરોડ રુપિયાના પ્રોજેક્ટ સમજૂતી પર રોક લગાવી છે. મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ થયેલી મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 રોકાણ સમ્મેલનમાં ચીની કંપનીઓની સાથે ત્રણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે, હવે સીમા વિવાદથી ઉત્પન થયેલી સ્થિતિને જોઇને તેના પર રોક લગાવી છે.
ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ કહ્યું કે, કેન્દ્ર સરકારથી પરામર્શ થયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમજૂતી હુમલા પહેલા કરવામાં આવી હતી. દેસાઇએ કહ્યું કે, વિદેશ મંત્રાલયની ચીની કંપનીઓની સાથે આગળ કોઇ પણ સમજૂતી પર હસ્તાક્ષર ન કરવાની સલાહ આપવામાં આવી છે.
ગત્ત સોમવારે એક ઓનલાઇન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીની રાજદૂત સુન વીડોંગે પણ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં જ આ કરાર કરવામાં આવ્યો હતો. આ ત્રણેય કરારમાં પૂણેની પાસે તલેગાંવમાં એક ઓટોમોબાઇલ્સ સંયંત્ર સ્થાપિત કરવા માટે ગ્રેટ વૉલ મોટર્સની સાથે 3,770 કરોડ રુપિયાનો એક એમઓયૂનો સમાવેશ હતો.
સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રેસમાં કહેવામાં આવ્યું કે, ફોટોન (ચીન)ની સાથે એક સંયુક્ત ઉદ્યમમાં પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલિટીએ 1000 કરોડ રુપિયાની એક કંપની સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી, જે 1500 નોકરીઓનું સર્જન કરશે.
અન્ય ચીની કંપનીઓમાં એક હેંગલી એન્જિનિયરિંગ કંપની પણ હતી, જે તલેગાંવ પ્રોજેક્ટમાં 250 કરોડ રુપિયાના રોકાણની સાથે પોતાના બીજા ચરણના વિસ્તાર કરવાની હતી. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટ 150 નોકરીઓનું સર્જન કરશે.
કોરોના વાઇરસની ઉત્પન થયેલી સ્થિતિ બાદ અર્થવ્યવસ્થાને ફરીથી શરુ કરવાના પગલા રુપે મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 12 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં સિંગાપુર, દક્ષિણ કોરિયા, અમેરિકા સિવાય ભારતીય કંપનીઓની સાથે સમજૂતીનો સમાવેશ હતો.