નવી દિલ્હી : રેલ્વે બોર્ડે કહ્યું છે કે શરૂઆતમાં પાંચ હજાર કોચને કોરોના વાઇરસ દર્દીઓની સારવાર માટે અલગ કેન્દ્રોમાં ફેરવવામાં આવશે.
બોર્ડે કહ્યું કે પાંચ ઝોનલ રેલ્વેએ આ હેતુ માટે પ્રોટોટાઇપ તૈયાર કરી છે. આઠ બર્થ કેબિનમાં પ્રવેશ અને બહાર નીકળી શકાય તે માટે પ્લાસ્ટિકના પદડા લગાવવામાં આવ્યા છે.
તબીબી વિભાગ દ્વારા બે ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવશે. જેના માટે કેબિનની સાઇડ બર્થ પર યોગ્ય ક્લેમ્પીંગની વ્યવસ્થા આપવામાં આવી છે. જો કે મિડલ બર્થને કાઢી નાખવામાં આવી છે.
આ ઉપરાંત રેલ્વે હેલ્થ સર્વિસીસના જનરલ ડાયરેક્ટરે આ ક્વોરેન્ટાઇન / આઇસોલેશન કોચ / ટ્રેનોના સંચાલન અને ઉપયોગ માટે વિગતવાર એક સ્ટાન્ડર્ડ એપરેટિંગ સિસ્ટમ પ્રોસિજર જાહેર કરશે.