ETV Bharat / bharat

આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ, જાણો કેવી રીતે પડ્યું ‘અમરનાથ’ નામ - National News

ન્યૂઝ ડેસ્કઃ આજથી ગુંજશે બાબા બર્ફાનીનો જયનાદ. અમરનાથ યાત્રાનો પ્રારંભ થતાં જ હજારો ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તૈયાર છે. અમરનાથની આ પવિત્ર યાત્રા 46 દિવસ સુધી ચાલશે, જેમાં હજારો ભક્તો જોડાશે.

અમનાથ યાત્રા
author img

By

Published : Jul 1, 2019, 7:43 AM IST

Updated : Jul 1, 2019, 2:28 PM IST

ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યના શ્રીનગરમાં 3,888 મીટરની ઉંચાઈ પર આવેલી અમરનાથ ગુફા એક હિન્દુ તીર્થ સ્થાન છે. આ ગુફાની ચારે બાજુ બર્ફીલા પહાડો છે. આ ગુફા વર્ષમાં વધારે સમય બરફથી ઢંકાઈને રહે છે અને વર્ષમાં એક જ વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે. દર વર્ષે હજારો લોકો ગુફાની અંદર બનેલી બાબા બર્ફાનીની મૂર્તિના દર્શન કરવા માટે આવે છે. આ વર્ષની યાત્રા માટે ભાવિ ભક્તોની પ્રથમ બેચ બાલતાલ કેમ્પથી જવા રવાના થઈ ચુકી છે.

ઈતિહાસમાં આ વાતનો ઉલ્લેખ છે કે, મહાન શાસક આર્યરાજા કાશ્મીરમાં બરફથી બનેલા શિવલિંગની પૂજા કરતા હતા. રજતરંગિની પુસ્તકમાં પણ આને અમરનાથ અથવા તો અમરેશ્વરનું નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે, મધ્ય કાળના સમય બાદ 15મી સદીમાં ફરીથી ધર્મગુરૂઓ દ્વારા આ ગુફાને શોધવામાં આવી હતી.

આ ગુફા સાથે ભૃંગુ મુનિની એક કથા પણ જોડાયેલી છે જે પ્રમાણે, કાશ્મીરની ઘાટીમાં કશ્યપ મુનિએ નદીઓને વલણને બદલ્યું હતું અને જ્યારે પાણી સુકાવા લાગ્યા ત્યારે સૌથી પહેલા ભૃંગુ મુનિએ ભગવાન અમરનાથજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ લોકોએ અમરનાથ લિંગ વિશે સાભળ્યું અને તે લિંગ ભગવાન ભોલેનાથની શિવલિંગ તરીકે જાણીતી બની હતી. દર વર્ષે શ્રદ્વાળુઓ ભગવાન અમરનાથના દર્શન માટે આવે છે.

દર વર્ષે શ્રદ્વાળુઓ જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં શ્રાવણના મેળા દરમિયાન અમરનાથના દર્શને આવે છે. આ સમય દરમિયાન હિન્દુઓનો પવિત્ર મહિનો શ્રાવણ પણ આવે છે. હિન્દુઓ માટે આ ભગવાન અમરનાથ બાબાનું મંદિર પવિત્ર યાત્રાનું સ્થાન છે. અમરનાથની યાત્રા જ્યારે શરૂ થાય છે ત્યારે ભગવાન શ્રી અમરનાથજીનું પ્રથમ પૂજન પણ કરવામાં આવે છે.

મૂર્તિની વિશેષતા...

40 મીટરની ઊંચી અમરનાથની ગુફામાં પાણીના ટીપાઓ ઠંડા થવાથી પથ્થરની એક પ્રતિમા બની જાય છે. હિંદુ લોકો તેને બરફના પથ્થરના શિવલિંગ પણ માને છે. આ ગુફા મે મહિનાથી ઓગસ્ટ સુધીમાં મીણની બનેલી હોય છે. કારણ કે, તે સમયે હિમાલયનો બરફ ઓગળીને ગુફામાં જમા થાય છે અને શિવલિંગ સમાન આકૃતિ જોવા મળે છે.

હિંદુ મહાત્માઓના કહ્યા પ્રમાણે, આ તે જ ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને જીવનના મહત્વ વિશે સમજાવ્યું હતું. બીજી માન્યતાઓ વિશે બરફના આકારનો આ પથ્થર શિવજી અને પાર્વતીના પુત્ર ગણેશજીનું પ્રતિનિધિત્વ કરે છે.

અમરનાથ યાત્રામાં દર વર્ષે હજારો લોકો જોડાય છે. તેમની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના પોલીસ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવે છે. સાથે જ ગુફાના રસ્તે અનેક સમાજસેવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તેમજ ટેન્ટ કે પંડાલની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે મુસાફરીના માર્ગ પર 100 થી વધુ પંડાલો લગાવવામાં આવ્યા છે. જે રાત્રીવાસો કરવા માટે પણ ભાડે આપી શકાય છે. પંજાતાર કેમ્પથી ગુફાના 6 કિલોમીટર સુધી હેલિકોપ્ટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.

Intro:Body:

આજથી અમનાથ યાત્રાનો પ્રારંભ, જાણો અમરનાથ વિશે 

ન્યૂઝ: ડેસ્ક: આજથી ગુંજશે બાબા બર્ફાનીનો જયનાદ. અમરનાથયાત્રાનો પ્રારંભ થવાથી હજ્જારો ભાવિકો બાબા બર્ફાનીના દર્શન કરશે તો આ પવિત્ર યાત્રા 46 દિવસ સુઘી ચાલશે. અમનાથ ગુફા એક હિન્દુ તીર્થ સ્થાન છે જે ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. અમરનાથ ગુફા શ્રીનગરથી 3,888 મીટરની ઉંચાઈ પર આવેલી છે. હિન્દુઓમાં અમરનાથ તીર્થ સ્થાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. 

આ ગુફાને ચારેય તરફ બર્ફીલી પહાડીયો છે. આ ગુફા પણ વધારે સમય બરફથી ઢંકાઈને રહે છે અને વર્ષમાં એક વાર શ્રદ્વાળુઓ માટે આ ગુફાને ખોલવામાં પણ આવે છે. હજારો લોકો અમરનાથ બાબાના દર્શન માટે આવે છે. અને ગુફાની અંદર બનેલી બાબા બર્ફાનીની મૂર્તિના દર્શન કરવા દરેક વર્ષ મોટી સંખ્યામાં લોકો આવે છે. 

ઈતિહાસમાં આ વાતનો ઉલ્લેખ છે કે, મહાન શાસક આર્યરાજા કાશ્મીરમાં બરફથી બનેલા શિવલિંગની પૂજા કરતા હતા. રજતરંગિની પુસ્તકમાં પણ આને અમરનાથ અથવા તો અમરેશ્વરનું નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે, મધ્ય કાળના સમય બાદ 15મી સદીમાં ફરીથી ધર્મગુરુઓ દ્વારા ગુફાને શોધ્યા પહેલા લોકો આ ગુફાને ભુલવા લાગ્યા હતા. 

આ ગુફા સાથે જોડાયેલી એક કહાની ભૃગુ મુનિની છે. કહેવામાં આવે છે કે, કાશ્મીરની ઘાટીમાં જળમગ્ર છે અને કશ્યપ મુનિએ નદીઓને વલણને બદલ્યું હતું. જ્યારે પાણી સુખવા લાગ્યા ત્યારે સૌથી પહેલા ભૃગુ મુનિએ  ભગવાન અમરનાથજીના દર્શન કર્યા હતા. 

પવિત્ર ગુફાની શોધ વિશે...

જે બાદ લોકોએ અમરનાથ લિંગ વિશે સાભળ્યું અને તે લિંગ ભગવાન ભોલેનાથની શિવલિંગ તરીકે જાણીતી બની તેમજ દર વર્ષે શ્રદ્વાળુ ભગવાન અમરનાથના દર્શન માટે આવે છે. 

શ્રદ્વાળુ દર વર્ષે 45 દિવસ માટે તહેવારની વચ્ચે દર્શન કરવા માટે આવે છે. 

શ્રદ્વાળુઓ જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં શ્રાવણના મેળા દરમિયાન આવે છે. આ દરમિયાન હિન્દુઓનો પવિત્ર મહિનો શ્રાવણ પણ આવે છે. હિન્દુઓ માટે આ ભગવાન અમરનાથ બાબાનું મંદિર પવિત્ર યાત્રાનું સ્થાન છે. અમરનાથની યાત્રા જ્યારે શરુ થાય છે ત્યારે ભગવાન શ્રી અમરનાથજીનું પ્રથન પૂજન પણ કરવામાં આવે છે. 

અમરનાથની લિંગ વિશે...

40 મીટરની ઊંચી અમરનાથની ગુફામાં પાણીના ટીપાઓ ઠંડા થવાથી પથ્થરની એક પ્રતિમા બની જાય છે. હિંદુ લોકો આને બરફના પથ્થરના શિવલિંગ પણ માને છે. આ ગુફા મે થી ઓગસ્ટ સુઘી મીણની બનેલી હોય છે કારણ કે તે સમયે હિમાલયનો બરફ ઓગળીને ગુફામાં જમા થાય છે અને શિવલિંગ સમાન આકૃતિ આપણને જોવા મળે છે. 

હિંદુ મહાત્માઓએ કહ્યું કે, આ તે જ ગુફા છે જેણે ભગવાન શિવે માતા પાર્વતીને જીવનના મહત્વ વિશે સમજાવ્યુ હતું. બીજી માન્યતાઓ વિશે બરફના આકારનો આ પથ્થર શિવજી અને પાર્વતીના પુત્ર ગણેશજીનું પ્રતિનિધિત્વ કરે છે.

સુરક્ષા

દર વર્ષે હજારો લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારના પોલીસ કર્મચારીઓને ભક્તોની સુરક્ષામાં રાખવામાં આવે છે. 

સુવિધાઓ

ગુફાના રસ્તે અનેક સમાજસેવી સંસ્થાઓ શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તેમજ ટેંટ તે પંડાલની વ્યવસ્થા કરતા હોય છે.

મુસાફરીના માર્ગ પર 100 થી વધુ પંડાલો લગાવવામાં આવ્યા છે, જે રાતે રહેવા માટે પણ ભાડે આપી શકાય એ છે. નીચેના કેમ્પથી પંજાતાર (ગુફાથી 6 કિલોમીટર) સુધીની હેલિકોપ્ટરની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે.

Conclusion:
Last Updated : Jul 1, 2019, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.