ન્યૂઝ ડેસ્ક: 1962માં ભારતે સહેજ પણ વિચાર્યુ નહોતુ કે ચીન હુમલો કરશે. પણ તેણે કર્યો. ભારત પર 20 ઓક્ટોબર, 1962ના રોજ હુમલો કર્યો જેને 1962નું સીનો-ભારત યુધ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ચીન ક્યારેય પણ હુમલો નહી કરે તેવો વિશ્વાસ હોવાથી ભારતે તૈયારીઓ કરી નહોતી અને ભારતના 10 હજારથી 20 હજાર સૈનિકો અને ચીનના 80 હજાર સૈનિકો વચ્ચે યુધ્ધ ચાલ્યુ. જે એક મહિના સુધી ચાલ્યુ અને 21મી નવેમ્બરે ચીને યુધ્ધવિરામની જાહેરાત કરતા યુધ્ધ બંધ થયું હતુ.
વર્ષ 1967માં, 1962માં પછી યુધ્ધમાં પરાજય બાદ ફરીથી ચીને હુમલો કર્યો હતો, જેમાં ભારતે ચીનને ફરીથી પરાસ્ત કર્યુ. જેમાં ભારતના 80થી વધારે સૈનિકો શહીદ થયા હતા અને ચીનના 300થી 400 સૈનિકો માર્યા ગયા હતા.
વિશેષતા
- ભારતે 1967ની લડાઇમાં ચીનનું નાક કાપ્યુ જે છેલ્લુ સિક્કિમનું યુધ્ધ હતુ.
- સિક્કિમમમાં ભારતીય સેનાની હાજરીથી ચીન અકળાઇ ગયુ હતુ.
- નિવૃત મેજર જનરલ શેરુ થાપીયાલ જે સિક્કિમના સેબુ લામાં તૈનાત હતા તેમણે 1967ની ઘટના યાદ કરી.
1967- પ્યુપલ્સ લીબ્રેશન આર્મી( પીએલએ) જમીન વિવાદ મામલે તેના દુશ્મનો સાથે ડીલ કરતા સમયે એક વ્યુહરચના ધરાવતી હતી. જેમાં તે પોતાના હસ્તકની જમીન જવા દે નહીં. બીજી વ્યુહરચનામાં તે દુશ્મન પાસે જમીનની માંગણી કરે અને ત્રીજી વ્યુહરચના એ હતી કે, જો તેના દેશની જમીન વચ્ચે કોઇ દુશ્મન દેશની જમીન આવે તો તે જમીનનો ટુકડો પડાવી લેવા માટે ધમકી આપે છે.
1987માં સુમડોરંગચમાં અરૂણાચલ પ્રદેશને લઇને ભારતીય સેના અને ચીનને પીએલએ વચ્ચે યુધ્ધની સ્થિતિ નિર્માણ થઇ ગઇ હતી પણ ભારતીય રાજનીતિના કારણે યુધ્ધની સ્થિતિ ટળી અને બંને દેશો વચ્ચે ચર્ચા પણ થઇ. 1987ની સૌથી મોટી અસર એ થઇ કે 1988માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લીધી અને ચીન સાથે આ બાબતે મંત્રણા કરી હતી.
2013-એપ્રિલ 2013માં ભારતે દાવો કર્યો હતો કે, વાસ્તવિક નિયંત્રણ લેખા (એલએસી)માં પોતાની ધારણા મુજબ હદ નક્કી કરીને ચીનની સેના 10 કિલોમીટર અંદર દૌતાલ ભીખ ક્ષેત્રમાં છાવણી ઉભી કરી હતી. જો કે, પછી નવો સુધારો આવ્યો કે 10 કિલોમીટર નહી પણ 19 કિલોમીટર અંદર ઘુષણખોરી કરી હતી. તે સમયે ભારતીય મીડિયાના રિપોર્ટ મુજબ ઘુષણખોરી દરમિયાન ચીની આર્મીનું હેલીકોપ્ટર પુરવઠો આપવામાં માટે ભારતીય હવાઇ ક્ષેત્રમા પ્રવેશ કરતું હતુ. જો કે, ચીનના અધિકારીઓએ આ પ્રકારની કોઇ ગેરરીતિ કરી હોવાની વાતને નકારી હતી. જેમાં બંને દેશના સૈનિકોએ સીમા પર ચર્ચા શરૂ કરી હતી, પરંતુ મે મહિનામાં બંને દેશોએ સેનાને પરત લેતા તણાવ ઘટ્યો હતો.
2014-સપ્ટેમ્બર 2014માં ભારત અને ચીન વચ્ચે એલએસી પર અડચણ ઉભુ થયુ હતુ. આ સમયે ભારતીય લોકોએ સરહદના ગામોમાં ચેકડેમ અઅને નહેર બનાવવાનું નક્કી કર્યું હતુ. જેમાં ચીનના નાગરિકોએ ચીનની સેનાની મદદથી વિરોધ નોંધાવ્યો હતો. જે સતત ત્રણ સપ્તાહ સુધી ચાલ્યો હતો. જો કે, બંને પક્ષોએ સૈનિકો પરત લેવાની સમંતિ આપતા સ્થિતિ સામાન્ય બની હતી. ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે, ચીનની સેનાએ ભારતની સીમાની ત્રણ કિલોમીટર અંદર એક કેમ્પ ગોઠવ્યો હતો.
2015- સપ્ટેમ્બર 2015માં બુરસ્તે વિસ્તાર કે દક્ષિણ લદ્દાખમાં ચીન અને ભારતીય સેના વચ્ચે વિવાદ થયો હતો કે જ્યારે ભારતીય સેનાએ સરહદ પર ચીનનો વોચટાવર તોડી પાડ્યો હતો. ચીન સંમતીથી નક્કી થયેલી પેટ્રોલીંગની લાઇન પર મકાન બનાવી રહ્યું હતુ.
2017માં ડોકલામમાં સેના વચ્ચે તણાવ- જૂન 2017માં ચીન અને ભારતીય સેના વચ્ચે ડોકલામ મુદ્દે તણાવ ઉભો થયો હતો. જે ડોકા લા પાસે સરહદ પાસે આવેલું છે. 17 જૂન 2017થી ચીને ત્યાં ભારે વાહનો લાવીને રસ્તો બનાવવાની કામગીરી શરુ કરી હતી અને વાંધાજનક વિસ્તારમાં પણણ રસ્તો બનાવતા વિવાદ થયો હતો. આ પહેલા ચીને ડોકા લા ખાતે સમાપ્ત થતી બોર્ડર ગંદકી એકત્ર કરી હતી કે જ્યાં ભારતીય સૈનિકો તૈનાત હોય છે અને આ સ્થળેથી જામફેરી ખાતેની રોયલ ભતાની આર્મી ચોક સુધી પેટ્રોલીંગ કરતા હોય છે. જૂન 16 પછી આ વિવાદના પગલે હકીકત સામે આવી હતી કે, ચીને ડોકા લા પાસે રસ્તો બનાવવાનું શરૂ કર્યું હતુ. તે ભારત અને ભૂતાનને વચ્ચેની વિવાદાસ્પદ જમીન હતી. જેમાં બે દિવસ પછી ભારતે 18 જૂને ચીન દ્વારા બનાવવામાં આવતા રસ્તાના નિર્માણમાં દખલ કરતા ડોકા લા નજીક વિવાદાસ્પદ જમીન પર ભારત અને ચીન સૈન્ય વચ્ચે વિવાદ થયો હતો.
2020માં ચીન અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે ઘાતક ન હોય તેવુ ઘર્ષણ થયુ હતુ. જે અથડામણ સરહદના વિવિધ સ્થળોએ તેમજ સીનો ઇન્ડિયન બોર્ડર પર જોવા મળી હતી.
ઘર્ષણ શરૂ થવાની મુખ્ય શક્યતા કઇ છે?
- ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું ચીન-પાકિસ્તાનને જોડતા આર્થિક કોરીડોર બનાવવું સ્વપ્ન છે. જે ઝડપથી પુરૂ કરવું છે. આ કોરિડોરના નિર્માણ સાથે ચીન તેના માલસામાનને ગ્વાદર બંદર મોકલશે. તો અહીંથી ચીન તેની વસ્તુઓએને સીધી આફ્રિકા અને વિશ્વના અન્ય ભાગોમાં મોકલી શકે. જેથી ચીનને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં વસ્તુઓ મોકલવાની જરૂર નહીં રહે.
- ચીન અને પાકિસ્તાનનો વચ્ચેનો આર્થિક કોરિડોર પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ અને બલિસ્તાનના ક્ષેત્રમાંથી પસાર થવાનો છે. ભારત આ નિર્માણ કાર્યનો સતત વિરોધ કરી રહ્યુ છે અને ચીન પણ ભારતના વિરોધ અને ચિંતા પર ધ્યાન આપી રહ્યુ છે. આ દરમિયાનમાં મંગળવારે ભારતે ફરીથી સ્પષ્ટ કર્યુ કે ગિલગિટ અને બલિસ્તાન ભારતનો અભિન્ન ભાગ છે.
- ભારતીય હવામાન વિભાગે હવે જમ્મુ કાશ્મીરના સબડીવીઝનમાં લડાખ, ગિલગિટ બલિસ્તાન અને મુઝાફરાબાદને સામેલ કર્યા છે, જ્યારે ગિલગિટ-બલિસ્તાન અને મુઝાફરાબાદ પાકિસ્તાને ગેરકાયદેસર કબ્જા કરેલા વિસ્તાર છે. મંગળવારે ભારત હવામાન વિભાગે જે આગાહી રજુ કરી હતી. તેમાં ગિલગિટ બલિસ્તાન અને મુઝાફરાબાદનો સમાવેશ કર્યો હતો.
- ચીન માલનું મોટાપાયે ઉત્પાદન કરે છે પણ વિશ્વમાં કોઇ ખરીદનાર નથી. જેનાથી આવનારા સમયમમાં ચીનની અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે. આવી સ્થિતિમાં ચીન તેના દેશમાં રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપીને સરહદ પર તણાવ વધારીને ચીનના લોકોમાં હુમલાનો ભય પેદા કરી રહ્યુ છે. જેથી લોકો રોજગારી, ગરીબી અને કટોકટી જેવા મહત્વના મુદાઓ પર લોકો ધ્યાન કેન્દ્રીત ન કરે.
- ચીન ભારત વચ્ચેના સઘર્ષના અનેક કારણો ટાંકવામાં આવ્યા છે. એમઆઇટીના પ્રોફેસર ટેકર ફ્રેવેલે કહ્યુ કે, ચીન લદાખમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ જેવા કે દકબુક-શ્યોક-ડીબીઓ રોડને લઇને પ્રતિક્રિયા આપે છે. તેમણે ઉમેર્યુ કોવિડ-19 મહામારી વચ્ચે ચીન તાકાતનું પ્રદર્શન કરી રહ્યુ છે. વુહાનમાં સ્થિતી બગડતા ચીનની અર્થવ્યવસ્થા અને અન્ય દેશોમા રાજદ્રારી દેશો સાથેના સંબધોને નુકસાન થયું છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, તે COVID-19 રોગચાળો વચ્ચે ચીન માટે તાકાતનું પ્રદર્શન છે. જે વુહાનમાં ઉદ્ભવ્યું હતું અને તેણે ચીની અર્થવ્યવસ્થા અને તેના રાજદ્વારી સંબંધોને બંનેને નુકસાન પહોંચ્યુ છે. ભારતના ચીનમાં પૂર્વ રાજદુત અશોક કંથાસૈદેએ કહ્યુ કે, હાલની અથડામણો ભારત-ચીન સરહદને ચીન સમુદ્ર બંનેમાં વધતી ચીનની દાવેદારીના થઇ રહી છે. ભારતીય પૂર્વ રાજદુત ફુંચોક સ્ટોબડેએ 26મી એ લખયુ છે કે, ચીન પેંગોંગ ત્સો તળાવ પર કબ્જો લેવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જેના કારણે ભારતની સરહદને ફરીથી બનાવવી પડે. તો સીયાચીન ગ્લેશીયરમાં પણ ચીનની હાજરી સામે આવી શકે તેમ છે.
ભારત અને ચીને ત્રણ મુખ્ય બાબતોનું નિરાકરણ કઇ રીતે કર્યુ?
2014– પીએસએ દ્વારા ચેપ્ઝીથી ચુમાર તરફના રસ્તાને પહોંળો કરવાના પ્રયાસ કર્યા બાદ ભારત ચીન વચ્ચે ઘર્ષણની શરૂઆત થઇ હતી. જેથી બંને પક્ષોના અધિકારીઓએ હાઇલેવલની બેઠક કરીને આ મામલો ઉકેલ્યો હતો.
બુરસ્ટે 2015- સ્થાનિક સૈન્યના પ્રતિનિધિ મંડળ દ્વારા એક જ સપ્તાહની અંદર સમાધાન કરવામાં આવ્યુ અને તેમાં સરકારની દરમિયાનગીરી નહોતી.
ડોકલામ 2017- ચીનના વિદેશ મંત્રાલયે માંગણી કરી કે, ભારત તેની સેનાને હટાવી લે અને બાદમાં 28મી ઓગસ્ટે બંને પક્ષો સહમતી દર્શાવી હતી અને 16 જૂનની સ્થિતિને પુનઃ શરૂ કરી હતી.
સૌજન્યઃ મિડીયા રિપોર્ટ