ઈરાનની સરકારી ટીવી અનુસાર, અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.
સોમવારે સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમવિધીમાં 10 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા. સેલિબ્રિટિ જેવી જ શાખ ધરાવતા સુલેમાનીની અંતિમવિધીમાં લોકોની ભીડને કારણે ભાગદોડ મચી હતી.