નવી દિલ્હી: વિદેશ સચીવપદનો કાર્યભાર સંભાળ્યા બાદના સમયગાળામાં એક સ્થાનીક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કોલમ્બેજે જણાવ્યુ હતુ કે, શ્રીલંકા તટસ્થ વિદેશનીતિ અપનાવવા માગે છે પરંતુ વ્યુહાત્મક અને સુરક્ષાની દ્રષ્ટિએ તે ‘ઇન્ડીયા ફર્સ્ટ’ની નીતિને જાળવી રાખવા ઈચ્છે છે.
તેમણે જણાવ્યુ હતુ કે, “રાષ્ટ્રપતિએ (ગોટાબાયા મહાપક્ષેએ) વ્યુહાત્મક સુરક્ષાની બાબતમાં જણાવ્યુ છે કે તેઓ ‘ઇન્ડીયા ફર્સ્ટ’ પોલીસીને જાળવી રાખવા ઇચ્છે છે.”
“ભારત માટે વ્યુહાત્મક સુરક્ષાની બાબતમાં ખતરો બનવુ આપણને પોષાય તેમ નથી અને આપણે તેમ કરવુ પણ ન જોઈએ. આપણે ભારત પાસેથી લાભ લેવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યુ હતુ કે, જ્યાં સુધી સુરક્ષાની વાત છે ત્યાં સુધી તમે અમારી પ્રાથમીકતા છો પરંતુ આર્થિક સમૃદ્ધી માટે અમારે અન્ય દેશો સાથે વ્યવહાર કરવો પડશે.”
કોલમ્બેજે ઉમેર્યુ હતુ કે, તટસ્થ વિદેશનીતિ અપનાવવાની સાથે શ્રીલંકા ભારતના વ્યુહાત્મક હીતોનું પણ રક્ષણ કરશે.
ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનની થીંક ટેંકના અગ્રણી સભ્ય અને ચેન્નઇ ઇનીશીયેટીવના હેડ, એન. સાથિયા મૂર્થિએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, કોલમ્બેજનું નિવેદન આશ્ચર્યજનક નથી પરંતુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે આ નિવેદન ખુબ વ્યાપક છે.
મૂર્થિએ જણાવ્યુ હતુ કે, “કોલમ્બેજે આ પહેલા પણ અનેક વાર શ્રીલંકાની ‘ઇન્ડીયા ફર્સ્ટ’ નીતિ વીશે વાત કરી છે પરંતુ આ પહેલી વાર છે કે આટલુ વ્યાપક નિવેદન સામે આવ્યુ છે. તેઓ આ વખતે આ બાબતે ખુબ સ્પષ્ટ જણાયા હતા.”
તેમણે જણાવ્યુ હતુ કે શ્રીલંકા અને માલ્દીવ્સના અન્ય ભારતીય સમુદ્રના દેશો સુરક્ષાના કારણોને જોતા ‘ઇન્ડીયા ફર્સ્ટ’ નીતિને અનુસરી રહ્યા છે.
મૂર્થિએ જણાવ્યુ હતુ કે, “બંન્ને દેશો જાણે છે કે એક ટાપુ રાષ્ટ્ર તરીકે તેઓ બાહ્ય સુરક્ષાને સંભાળી શકે તેમ નથી. તેઓ જાણે છે કે તેમના દેશની આસપાસના પાણીની સપાટી ધરાવતા વિસ્તાર પરની સુરક્ષા ભારત સાથે જોડાયેલી છે.”
તેમણે જણાવ્યુ હતુ કે શ્રીલંકન નેવીના નિવૃત એડમીનરલ કોલમ્બજ પ્રથમ એવા સંરક્ષણ સભ્ય છે કે જેમને વિદેશ સચીવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેથી જ કહી શકાય કે સુરક્ષા માટેનું દરેક પગલુ તેમની પ્રાથમીકતા રહેશે.
એક સ્થાનિક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કોલમ્બેજે જણાવ્યુ હતુ કે હેમ્બનટોટા બંદરને 99 વર્ષની લીઝ પર ચીનને સોંપવુ એ એક ભૂલ હતી અને તે ભૂલને સુધારવાના પ્રયાસો ચાલુ છે.
આ મેરીટાઇમ બંદરના પ્રથમ તબક્કાને નવેમ્બર 2010માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના બાંધકામનો કુલ ખર્ચ 361 મીલિયન ડોલર થવાનો અંદાજ કરવામાં આવ્યો છે જેમાંથી 85% ખર્ચ માટેનું ભંડોળ ચીનની EXIM બેંક દ્વારા આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જો કે 2016માં આ બંદર પર 11.81 મીલિયન ડોલરની આવક થઈ હતી તેમજ 10 મીલિયન ડોલરનો સીધો તેમજ વહિવટી ખર્ચ થયો હતો એટલે કે પ્રથમ વર્ષે ફક્ત 1.81 મીલિયન ડોલર નફો થયો હતો.
આ બંદરને ખુબ નુકસાન જતા અને દેવુ ભરવા માટે અસમર્થ થતા 2016માં આ બંદરનો 80 ભાગ ચાઇના મર્ચન્ટ્સ પોર્ટ્સ હોલ્ડીંગ કંપની (CMport)ને ડેટ ફોર ઇક્વીટી સ્વેપ તરીકે આપવામાં આવ્યો હતો જે આ બંદરને નુકસાનમાંથી બહાર કાઢવા માટે પબલીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત 1.12 બીલિયન ડોલરનું રોકાણ કરશે તેવી યોજના બનાવાઈ હતી..
ત્યાર બાદ જૂલાઇ 2017માં શ્રીલંકા પોર્ટ્સ ઓથોરીટી (SLPA) અને ચાઇના મર્ચન્ટ પોર્ટ હોલ્ડીંગ્સે આ બંદર ચાઇના મર્ચન્ટ પોર્ટ હોલ્ડીંગ્સને 99 વર્ષની લીઝ પર આપવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રીલંકાની સરકારે બંદરની માલિકી પોતાની પાસે રાખી અને આ બંદરને 99 વર્ષ માટે લીઝ પર આપી દીધો. આ કરારથી શ્રીલંકાની સરકારને 1.4 બીલિયન ડોલર મળ્યા જેનો ઉપયોગ ચીનનુ દેવુ ભરપાઈ કરવા માટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
નિષ્ણાંતો આ લીઝને કોલમ્બોના બેઇજીંગ તરફના જુકાવ તરીકે જોઈ રહ્યા હતા. રાષ્ટ્રપતિ શી જીનપીંગના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘બેલ્ટ એન્ડ રોડ’ હેઠળ તેની આસપાસના પ્રદેશોને દેવાની જાળમાં ફસાવવા બદલ વિવિધ આંતરરાષ્ટ્રીય સમુદાયો દ્વારા પણ ચીનની આલોચના કરવામાં આવી હતી.
જો કે મૂર્થિએ જણાવ્યુ હતુ કે, લોકપ્રીય ધારણાથી વિરૂદ્ધ, શ્રીલંકાનો જુકાવ ક્યારેય ચીન તરફ રહ્યો ન હતો અને કોલંબોએ સૌપ્રથમ નવી દિલ્હી સામે આ બંદરનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ વર્ષ 2004માં હિંદ મહાસાગરમાં આવેલી સુનામીનો ભોગ બની ચુકેલા એવા હેમ્બનટોટાના એક અવિકસીત ગામમાં વિશાળ બંદરના બાંધકામ માટે રોકાણ કરવામાં ભારતે ઓછો રસ દાખવ્યો હતો.
મૂર્થિના કહેવા પ્રમાણે ભારતે આ પ્રોજેક્ટમાં રસ લેવાનું ટાળ્યુ અને ત્યાર બાદ ચીને આ પોર્ટ પ્રોજેક્ટમાં એક વ્યાજખોર તરીકે પ્રવેશ કર્યો.
તેમણે જણાવ્યુ હતુ કે, “ભારતને શ્રીલંકામાં ચીનના રોકાણને લઈને કોઈ સમસ્યા નથી. નવી દિલ્હી માત્ર પોતાની સુરક્ષાના હીતોના રક્ષણ માટે ચિંતિત છે.”
આ સંદર્ભમાં મૂર્થિએ જણાવ્યુ હતુ કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યુ હતુ કે, ભારતના હિતોની વિરૂદ્ધમાં શ્રીલંકા કોઈ પગલુ નહી ઉઠાવે.
ભારત વિકાસની બાબતમાં શ્રીલંકાનો સહાયક ભાગીદાર છે અને રહેશે તેમજ બંન્ને દેશો નવી દિલ્હીની ‘નેઇબરહૂડ ફર્સ્ટ પોલીસી’ હેઠળ મજબૂત સબંધોથી બંધાયેલા છે.
- અરોનીમ ભૂયાન