કંપની આવનારા સમયમાં વધારે સંખ્યામાં વિમાન અને નવા માર્ગો પર સેવા આપવા જઇ રહી છે. ગુરુગ્રામ સ્થિત આ વિમાન કંપનીએ પહેલાથી જ પોતાની પાસે 27 નવા વિમાનોને શામેલ કરવાની જાહેરાત કરી છે.
એરવેઝ દ્વારા અસ્થાયી રુપથી પોતાની આતંરિક અને આતંરાષ્ટ્રીય સેવાઓને બંધ કરવાથી જે ઉણપ ઉત્પન્ન થઇ હતી તેને દૂર કરવા માટે આ પગલુ લેવામાં આવ્યુ હતું. સ્પાઇસજેટના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક અજય સિંહે શુક્રવારે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે એરલાઇન ભર્તીમાં જેટ એરવેઝના કર્મચારીઓને " પ્રથમ પ્રાથમિકતા" આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "જેમ જેમ અમે વિસ્તાર અને વિકાસ કરી રહ્યા છે. જેઓએ જેટ એરવેઝની બંધ થવાના કારણે નોકરી ગુમાવી હતીઅમે તેઓને પ્રથમ પ્રાધાન્યતા આપી રહ્યા છે,"તેમણે કહ્યુ કે સ્પાઇસજેટએ હાલમાં જ 200થી વધારે કેબિન ક્રૂ અને 200થી વધુ ટેકનીકલ તથા વિમાન મથકના કર્મચારીઓને અને 100થી વધુ પાયલટને નોકરી ઉપર રાખ્યા છે.