ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યુ હતું કે, 'વિભિન્ન સુરક્ષા એજન્સીઓની સમીક્ષા અને સુચનાઓના આધારે ડૉ. મનમોહનસિંહને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અત્યાર સુધી મળતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા પરત ખેચાંઈ છે. ડૉ મનમોહનસિંહને મળનારી સુરક્ષા અંગે ત્રણ મહિના સુધી સમીક્ષા કરાઈ હતી.'
મનમોહનસિંહની SPG સુરક્ષા હટાવ્યા પછી હવે આ સુરક્ષા કવર માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળી રહી છે.
એસપીજી અધિનિયમ 1988 અંતર્ગત 2014માં વડાપ્રધાન પદથી દુર થયા પછી ડૉ. મનમોહનસિંહને એક વર્ષ સુધી SPG સુરક્ષા મેળવવાનો અધિકાર હતો. પરંતુ સિંહ અને તેમની પત્ની ગુરશરણ કૌરની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેની અવધિ વધારાઈ હતી. મનમોહનસિંહની પુત્રીએ 2014માં સ્વેચ્છાએ એસપીજી સુરક્ષા પાછી ખેંચવાની અપિલ કરી હતી.