એફએટીએફ 1989માં સ્થાપના થઇ હતી અને તેનો હેતુ ગેરકાયદેસર નાણાંકીય રોકાણ, આતંકી પ્રવૃતિ માટે ફંડ અને આતંકવાદને સંલગ્ન બાબતોના નિતી નિયમોનું પાલન કરાવવાનો હતો. એફએટીએફ એએમએલ ( એન્ટી મની લોન્ડરીંગ) અને સીએફટી (કોમ્બીટીંગ ફંડીગ ઓફ ટેરર) જેવી બાબતો પર સતત મોનીટરીંગ કરે છે. એફએટીએફ દ્વારા બનાવવામાં આવતી પોલીસી દુનિયાની કોમ્યુનીટીને વધુ મજબુત કરવાનો હેતુ છે. હાલમાં એફેટીએફમાં 37 દેશો અને યુરોપીયન કમિશન અને ગલ્ફ કો-ઓર્ડીનેટર કાઉનસીલ નામની બે ઓર્ગેનાઇઝેશન સહિત 39 સભ્યો છે. જ્યારે એશિયામાં આર્થિક શક્તિ ધરાવતા જાપાન, મલેશિયા અને ભારતનો સમાવેશ થાય છે અને પાકિસ્તાન પણ સભ્ય છે. એફએટીએફ આઠ એસોશીએટ મેમ્બર્સ કે જે મની લોન્ડરીંગ અને આતંકી પ્રવૃતિને અટકાવવવા માટે પ્રયત્ન કરે છે. ભારત અને પાકિસ્તાન એશિયા પેસેફિક ગ્રુપ( એપીજી)ના સભ્યો છે. બીજી તરફ એફએટીએફ પાસે 10 ઓબર્ઝેવર ઓર્ગેનાઇઝેશન જે સ્થાનિક બેકિંગ અને આર્થિક સંસ્થાઓ કે જેમાં વર્લ્ડ બેંકનો સમાવેશ થાય છે. જેમાં તેના સભ્ય દેશોમાંથી પ્રેસીડેન્ટની નિમણૂંક એક વર્ષ માટે કરે છે અને જે રોટેશનના આધારે બદલાય છે. હાલ ચીન આ હાલ આ પદ ધરાવે છે. એએફટીએફ દર વર્ષે ફેબ્રુઆરી, જુન અને ઓક્ટોબરમાં મીટીંગ યોજે છે. જેમાં તેમના હેતુ અગે દેશો પર મોનીટરીંગ કરવા માટેનો છે. આ માટે 40 જરૂરી પ્રમાણો અને નવ વધારાના પ્રમાણોને આધારે વિવિધ દેશોના એએમએલ અને સીટીએફ પર ધ્યાન રાખવામાં આવે છે. જરુરી પ્રમાણોને પુરા કરવા જરૂરી છે જેના આધારે એફએટીએફને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. પ્રમાણોને ચકાસવા માટે નાણાંકીય વ્યવહારોની પારદર્શકતા, આર્થિક ગુનાખોરીની તપાસ માટે એફએટીએફ કામગીરી કરે છે. એફએટીએફ દ્વારા નક્કી કરાયુ કે જે નક્કી કરાયેલા પ્રમાણોને ચકાસવાની સાથે ગ્રે લીસ્ટ અને બ્લેક લીસ્ટ મુકવા માટે કામગીરી કરે છે. હાલ પાકિસ્તાન સહિત 14 દેશો ગ્રે લીસ્ટમાં છે અને ઇરાન તેમજ નોર્થ કોરિયા હાલ બ્લેક લીસ્ટેડ છે. કોઇપણ દેશને ગ્રે કે બ્લેક લીસ્ટમાંથી બહાર નીકળવા માટે 12 દેશના મતોની જરુર છે. જો કે ગ્રે લીસ્ટમાંથી બહાર નીકળવા માટે એફએટીએફનો રિપોર્ટ પણ જરુરી છે. બીજી તરફ કોઇ દેશને ગ્રે લીસ્ટમાંથી બ્લેક લીસ્ટ કરવા માટે 37 દેશોના મત હોવા જરૂરી છે.
જેના કારણે પાકિસ્તાન અત્યારે બ્લેક લીસ્ટ થતા બચે છે. ઓક્ટોબર 2019 અને ફેબ્રુઆરી 2020માં ચીન, મલેશિયા અને તુર્કીએ પાકિસ્તાનની વિરોધમાં મત આપ્યા હતા. પણ 40 મતોના પ્રમાણને કારણે પાકિસ્તાન 27 પૈકી માત્ર 22 પ્રમાણો જ પૂર્ણ કરવા છંતાય, બ્લેક લીસ્ટ થતુ નથી. એફએટીએફ દ્વારા અવલોકન કરાયુ છે કે પાકિસ્તાને 27 પૈકી 14 માપદંડને પુરા કર્યા છે. જો એફએટીએફ દ્વારા પાકિસ્તાનને આકરી સુચના આપવામાં આવી છે કે જુન 2020 સુધીમાં તમામ માપદંડોને પુરા કરે , નહીતર એફએટીએફ પાકિસ્તાને દંડ કરી શકે છે. જેથી એક વાત નક્કી છે કે પાકિસ્તાન પર હજુપણ બ્લેક લીસ્ટેડ થવાની શક્યતા છે. એમ પણ પાકિસ્તાન માટે મુશ્કેલી છે કે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ ભારતમાં આંતક ફેલાવે છ, અને ભારતમાં આતંકીઓને મોકલે છે. સૌથી નવાઇની વાત એ છે પાકિસ્તાન નાના બાળકની જેમ બચાવ કરે છે કે જૈશ-એ મહંમંદનો આતંકી અઝહર મસુદ પાકિસ્તાનમાં નથી . જો કે ભારતે પાકિસતાનને ભારતે ઝટકો આપ્યો છે અને ભારતને અમેરિકા ટેકો આપ્યો છે. તો ચીન પાકિસ્તાનને ટેકો આપીને વધુ તક આપે છે.
ત્યારે પાકિસ્તાન આતંકી સંગઠનો પર લગામ લગાવી શકે છે નહી અને તે જુન 2020 સુધીમાં નક્કી થશે. ત્યાં સુધી પાકિસ્તાન પાકિસ્તાનનું જોખમ સતત રહેશે.
મી. જે કે ત્રિપાઠી, પૂર્વ એમ્બેસડર