નવી દિલ્હી: શનિવારે દિલ્હીમાંથી ISISIના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલો યુવક ઉત્તર પ્રદેશના બલરામપુરનો રહેવાસી છે. આ સાથે દિલ્હી પોલીસે તેના પિતા સહિત 3 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે.
જમીનમાં દટાયેલો હતો વિસ્ફોટક
શંકાસ્પદ આતંકવાદી અબુ યુસુફના ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતે આવેલા ઘરે જ્યારે સ્પેશિયલ સેલની ટીમે રેડ કરી તો તેના ઘરમાંથી બે સ્યુસાઇડ બૉમ્બર જેકેટ મળી આવ્યા છે. આ બંને જેકેટમાં 7 પેકેટ વિસ્ફોટક મળી આવ્યો છે. આ સ્યુસાઇડ બૉમ્બર જેકેટ પેટ સાથે બાંધી કોઈપણ સ્થળે હુમલો કરી શકાય છે. આ બધો સામાન તેના ઘરમાં જમીનની અંદર દટાયેલો હતો.
આ સામાન જોતા લાગી રહ્યું છે કે, આ શંકાસ્પદ આતંકવાદીએ દેશમાં હુમલો કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. રેડ દરમિયાન 8થી 9 કિલો વિસ્ફોટક પણ મળી આવ્યું છે.
આ વિસ્ફોટને ચાર અલગ અલગ જગ્યાએ પોલિથિનમાં રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક ચામડાનો પટ્ટો પણ મળી આવ્યો છે. જેના પર 3 કિલો વિસ્ફોટક બાંધવામાં આવ્યું છે. આ સાથે જ સ્પેશિયલ સેલની ટીમને શંકાસ્પદ આતંકવાદીના ઘરેથી ISISIનો ઝંડો પણ મળી આવ્યો છે.
પાસપોર્ટ પણ મળી આવ્યા
ISISIના શંકાસ્પદ બે આતંકી આતંકવાદી અબુ યુસુફના ઘરે રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને યુસુફ, તેની પત્ની અને ચાર બાળકોના પાસપોર્ટ પણ મળી આવ્યા છે. સ્પેશિયલ સેલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, અબુ પાસે આટલો બધુ વિસ્ફોટક સામાન આવ્યું ક્યાંથી?
હાલ પૂછપરછ ચાલી રહી છે
ઉલ્લેખનીય છે કે, શનિવારે સ્પેશિયલ સેલને ISISIનું શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા યુવક ઉત્તરપ્રદેશના બલરામપુરનો રહેવાસી છે. હાલ શંકાસ્પદ આતંકવાદીએ આપેલી માહિતી મુજબ દિલ્હી પોલીસે તેના પિતા સહિત 3 લોકોની અટકાયત કરી છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.