નવી દિલ્હીઃ સ્પેશિયલ સેલ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ અઠવાડિયાની જામીન પર છૂટેલા આરોપી સિદ્ધાર્થની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી પોલીસથી બચવા પંજાબમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
DCP પ્રમોદ કુશવાહાએ આ મામલે જણાવ્યું હતું કે, 31 ઑગસ્ટ 2018ને રોજ સ્પેશિયલ સેલ દ્વારા ડ્રગ્સની હેરાફેરીમાં સિદ્ધાર્થ અને રોનાલ્ડો નામના બે યુવાનોની ધરપકડ કરી હતી. બંને આઇવરી કોસ્ટના રહેવાસી હતા.
પોલીસે તેમની પાસેથી 3.5 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યુ હતું. સિદ્ધાર્થ પાસેથી પહેલા 3 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રોનાલ્ડો પાસેથી 515 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.
કોર્ટમાં આ મામલે 22 ડિસેમ્બર 2018 ના રોજ સિદ્ધાર્થને ત્રણ અઠવાડિયાની જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આત્મસમર્પણ કરવાને બદલે તે જેલમાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેને ભાગેડુ જાહેર કરતા તેના પર 50 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
સ્પેશિયલ સેલને સિદ્ધાર્થ પંજાબના હોશિયારપુરમાં હોવાની બાતમી મળતા તેની ધરપકડ કરી તેને કૉર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.