ચેન્નાઇ: દિવંગત ગાયક એસપી બાલાસુબ્રમણ્યિમના આજે તમિલનાડૂના તિરૂવલ્લૂરમાં અંતિમ સંસ્કાર થશે. સરવાર દરમિયાન ગુરુવારે બપોરે 1 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રખ્યાત ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું કોરોનાને કારણે મૃત્યું થયું છે. બુધવાર રાત્રે તેમની તબિયત કથળી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સરવાર દરમિયાન ગુરુવારે તેમનું નિધન થયું હતું.
ગાયક બાલા સુબ્રમણ્યમને કોરોના ચેપ લાગવાથી 5 ઑગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમણે વીડિયો મેસેજ મૂકીને ચાહકોને જણાવ્યું હતું કે તેમની તબિયત સારી છે. બે અઠવાડિયા પછી તેમની તબિયત બગડવા લાગી અને તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા અને ત્યારબાદ ગુરુવારેે તેમનું નિધન થયું હતું.