નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કોરોનાની મહામારી વચ્ચે દેશને ત્રીજી વખત સંબોધન કર્યુ હતુ. જેમાં દેશની જનતા પાસે 5 એપ્રિલના રોજ રાત્રીના 9 કલાકે ઘરની તમામ લાઇટ બંધ કરીને ટોર્ચ, મીણબતી અને મોબાઇલની લાઇટ સતત 9 મિનિટ સુધી ચાલુ રાખવા આહવાન કર્યુ છે.
આ તકે વડાપ્રધાન મોદીએ મહત્વની જાહેરાત કરતા વધુમાં જણાવ્યું કે દેશની જનતાને શેરી મહોલ્લામાં એકઠુ થવાનું નથી અને સોશિયલ ડીસ્ટન્સ જાળવી રાખવાનું છે.
દેશમાં કોરોનાના અસરની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 2000ને આસપાસ પહોંચી છે અને 50 લોકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનિય છે કે, વિશ્વ સહિત દેશ આજે કોરોનાની મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે અને જેના પગલે વિશ્વમાં હાલમાં 51 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે અને 10 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેના પગલે વડાપ્રધાને દેશની જનતાને આ પહેલા પણ 19 માર્ચને રવિવારના રોજ 5 કલાકે થાળી વગાડી અને જનતા કર્ફ્યૂ સાથે આ મહામારી સામે લડત લડવાની એક પહેલ કરી હતી. જેનુ દેશવાસીઓએ સમર્થન આપ્યુ હતુ, ત્યારબાદ વડાપ્રધાન મોદીએ 24 માર્ચથી 21 દિવસ સુધી દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. જેનો આજે દસમો દિવસ છે. આ વચ્ચે દેશની જનતાના હિતને ધ્યાને લઇ વડાપ્રધાન મોદી એ ફરી લડત લડવા 9 કલાકે 9 મિનિટ સુધી લાઇટ બંધ કરી અને દેશને મહામારી સાને લડત આપવા આહવાન કર્યુ હતુ.