નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને કેબિનેટના એ નિર્ણયને સમર્થન કર્યું છે. જેના હેઠળ નક્કી કરવામાં આવ્યું કે, વડાપ્રધાન, પ્રધાનો અને સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકા ઘટાડો થશે તથા સાંસદ ભંડોળ બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે.
પત્રમાં સોનિયાએ વડાપ્રધાનને 5 સૂચન કર્યાં છે. સોનિયાએ કહ્યું કે, આવનારા 2 વર્ષ સુધી કોવિડ-19 સાથે જોડાયેલી માહિતી ઉપરાંત ટીવી ચેનલો અને અન્ય મીડિયા જાહેરખબરો સંપૂર્ણ પણે બંધ કરવામાં આવે.
બીજા સૂચનમાં તેમણે કહ્યું કે, નવા સંસદના નિર્માણનું કાર્ય હાલ સ્થગિત કરી શકાય છે.
ત્રીજા સૂચનમાં તેમણે કહ્યું કે, સરકારના બજેટમાં પણ 30 ટકા ઘટાડો કરવી જોઈએ. આનાથી સ્થળાંતરિત મજૂરો, MSMI અને અસંગઠિત ક્ષેત્રમાં કામગીરી કરનારા લોકોને નાણાકિય સુરક્ષા આપી શકીશું.
ચોથા સૂચનમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન, મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને અન્ય લોકોની વિદેશ મુસાફરી સ્થગિત કરવી જોઈએ.
પાંચમાં સૂચનમાં તેમણે કહ્યું કે, PM કેર્સ ફંડની આ રકમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાં સ્થાનાંતરિત કરવી જોઈએ.