ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પ્રધાનનો દાવો, કોંગ્રેસના સંપર્કમાં ભાજપના કેટલાંક ધારાસભ્યો - મહારાષ્ટ્રમાં શિવ સેનાની સ્થિર સરકાર

ભાજપની ટીકા કરતા કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુરે કહ્યું કે , કેન્દ્રમાં બહુમતી સરકાર હોવા છતાં તે રાજ્યોમાં અન્ય પક્ષની સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યશોમતી ઠાકુર
યશોમતી ઠાકુર
author img

By

Published : Jul 17, 2020, 9:43 PM IST

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને કોંગ્રેસના નેતા યશોમતી ઠાકુરએ શુક્રવારે દાવો કર્યો કે, રાજ્યના ભાજપના 105 ધારાસભ્યો તેમના પક્ષ સાથે સંપર્કમાં છે અને જો તેઓના નામ જાહેર કરવામાં આવે તો ભૂકંપ આવા જશે. ભાજપમાં 'સત્તાની ભૂખ' અને તેમના 'ગંદા રાજકારણ' માટે વિરોધી પક્ષ પર પ્રહાર કરતા ઠાકુરે કહ્યું કે, મહારાષ્ટ્રએ દેશને એક નવો સૂત્ર આપ્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે, શિવ સેનાની સરકાર સ્થિર છે. ટ્વિટર પર વીડિયો સંદેશ શેર કરતા ઠાકુરે ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેઓ એવા લોકો સાથે જોડાયેલા છ જેઓ બહારના છે. ઠાકુરે કહ્યું, 'તે બતાવે છે કે તેઓ કેટલા નબળા છે. ભાજપના 105 ધારાસભ્યોમાંથી કેટલા અન્ય પક્ષોમાંથી આવ્યા છે? શું તમે બાંહેધરી આપો છો કે તેઓ હંમેશા ભાજપ સાથે રહેશે? પાર્ટીના 105 ધારાસભ્યોમાંથી, કોંગ્રેસના સંપર્કમાં હોય તેવા ધારાસભ્યોના નામ લેવાથી ભૂકંપ આવી જશે.

ભાજપની ટીકા કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેન્દ્રમાં બહુમતી સરકાર હોવા છતાં તે રાજ્યોમાં અન્ય પક્ષની સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાને કહ્યું કે, 'કર્ણાટક, મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાનમાં ભાજપનું ગંદું રાજકારણ જોવા મળી રહ્યું છે.

તેમણે કહ્યું, 'મહારાષ્ટ્રની સરકાર સ્થિર છે, રાજ્યે દેશને એક નવું સૂત્ર આપ્યું છે અને મને લાગે છે કે તે સફળ થશે.' ગયા વર્ષે નવેમ્બરમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.