તેમણે કહ્યું કે, પહેલા બરફવર્ષાથી રાહત મળી શકી નથી, આવી સ્થિતિમાં, પાણી અને વીજળીની સુવિધા પણ ખોરવાઇ ગઇ છે. બરફવર્ષાને કારણે વીજ વાયરિંગ તૂટી ગયો હતો, જેના કારણે પાંચથી છ દિવસ પછી વીજળી પાછી ફરી હતી. તે જ સમયે, પાણીની પાઇપમાં બરફ જામી ગયો હોવાથી ઘરોમાં પાણી પહોંચી રહ્યુ નથી. લોકો બરફને ઓગાળીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
રવિવાર અને સોમવારે આ વિસ્તારમાં સૂર્યપ્રકાશને કારણે સ્થિતિ સામાન્ય બની હતી. પરંતુ હવે ફરી એકવાર બરફવર્ષા શરૂ થઈ છે, જેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોની ચિંતામાં વધારો થયો છે.