ગૃહ અને શહેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોવિડ 19નો સામનો કરવા માટે સ્માર્ટ સિટીઝ દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે કેમેરા અને જાહેર સરનામાની સિસ્ટમ સાથે જોડાયેલા હિલિયમ બલુન તાંદલજા વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે.
આ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકો પર અસરકારક દેખરેખ માટે સક્ષમ બનાવશે. શહેરને કુલ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં લાલ, નારંગી, પીળો અને લીલો ઝોન. આ બધા કોરોના વાઇરસ સાતે વ્યૂહાત્મક વ્યવહાર કરવામાં મદદ કરશે.
બેંગ્લુરૂ ખાતે મોડલ કોવડ 19 રુમ-કર્ણાટક કોવિડ 19 ડેટા ડેશબોર્ડનું ઉદ્દધાટન રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાને 7 એપ્રિલે બેંગ્લુરૂ સ્માર્ટ સિટી કોવિડ વૉર રુમ તરીકે કર્યું હતું.
ક્વોરન્ટાઇન થયેલા લોકો, તેમના સંપર્ક, તબીબી લોકો, હોસ્પિટલ કર્મીઓ, તાલુકા અને શહેરો મુજબના ડેટા અને કોવિડ 19ને લગતા ડેટા ડેશબોર્ડમાં હશે. આ રીયલ ટાઇમ ડેટા એપ્લિકેશનના હોસ્ટ અને સોફ્ટવેર બંને સાથે મુકવામાં આવી રહ્યા છે.
કલ્યાણ ડોમ્બિવલીઃ KDMC ફેસબુક પેજ લોકોને કોવિડ 19ની મહામારી વિશે માહિતી આપવા માટે બનાવવામાં આવ્યું છે. દરરોજની પ્રવૃતિઓને સવારે 7થી સાંજ 9 કલાક સુધી ડિઝાઇન કરવામાં આવ્યું છે. લોકોને દિવસ દરમિયાન યોગા, ડાન્સ, વિવિધ આર્ટ ફોર્મ, સંગીત, એરોબિક્સ, ગઝલ, કવિતા, કથક અને ભરત નાટ્યમ જેવી પ્રવૃતિઓથી વ્યસ્ત રાખી શકાય છે. આ પહેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આગ્રા સ્માર્ટ સિટી લિમિટેડે સામાન્ય લોકો માટે ઇ-ડૉકટર સેવા શરુ કરી હતી. તે એક ટેલિ-વીડિયો પરામર્શ સુવિધા છે. જે ડૉકટરો સાથે સલાહ અને અપોઇમેન્ટ્સ લેવા https://tinyurl.com/edoctorapp પર લૉગ ઇન કરવું પડશે.
મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અપોઇમેન્ટ્સ લઇ શકાય છે. આ એપ્લિકેશનને નીચેની લિંક પર ક્લિક કરીને એન્ડ્રોઇડ (Android) ફોન પર વપરાશકર્તાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
(https://play.google.com/store/apps/details?id=com.needstreet.health.hppatient).
કન્સલ્ટેશનની સુવિધા સવારે 10 થી બપોરે 12 સુધી ( સોમવારથી શનિવાર) રહેશે.
ઇ-ડૉકટર સેવા કેવી રીતે કાર્ય કરે છે
- એકવાર સાઇટ પરથી અપોઇમેન્ટ્સ મળી જાય તે બાદ કન્સલ્ટેશન માટે સમય અને તારીખ ફાળવવામાં આવે છે.
- દર્દી નિર્ધારિત સમયે ડૉકટર સાથે ટેલિ-વીડિયો દ્વારા કોલ કરી શકે છે
- કન્સ્લેટેશન પછી દર્દીએ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન સાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે
- વિનંતી પર જરુરી દવાઓ ઘરે સ્માર્ટ હેલ્થ સેન્ટર ફાર્મસીમાંથી પહોંચાડવામાં આવશે
- ઇ-ડૉકટર સેવા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના મોડલ હેઠળ કામ કરે છે અને PPP પાર્ટનર એઝેલ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે.
તેઓ સ્થાનિક લોકોને પોષણક્ષમ અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે આગ્રામાં 10 સ્માર્ટ આરોગ્ય કેન્દ્રો પણ ખોલવાની પ્રક્રિયા કરી રહ્યા છે. આવું એક કેન્દ્ર પહેલેથી જ કાર્યરત છે અને સ્થાનિક લોકોને સેવા આપી રહ્યું છે.
સ્માર્ટ સિટી યોજના હેઠળ સ્થાપિત સ્માર્ટ આરોગ્ય કેન્દ્રો, કોરોનાના વિવિધ ડુઝ અને ડૉન્ટ્સ ( શું કરવું અને શું ન કરવું) તે વિશે લોકોને જાગૃત કરે છે. દરેક દર્દીને સામાન્ય સલાહ અને ડેન્ટલ ક્લિનિક બંને માટે કોરોના સંબંધિત સલાહ અંગે 3થી 5 મીનિટ બ્રિફિંગ આપવામાં આવે છે.
આ સેવાનો લાભ માર્ચમાં 325 દર્દીઓ અને ફેબ્રુઆરીમાં 675 દર્દીઓએ લીધો હતો. સ્માર્ટ હેલ્થ સેન્ટર ખાતે ફાર્મસી દ્વારા 1015 સેનિટાઇઝર અને 935 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકોને મોટી રાહત મળી હતી.
કાકીનાડા ICCC કોવિડ 19 ડેશબોર્ડ વિકસિત કર્યું છે. કાકીનાડા, જિલ્લા, રાજ્ય અને દેશ કક્ષાએ માહિતી ICCCમાં પ્રદર્શિત થઇ રહી છે. આ વિગતો https://covid19.kkdeservices.com:2278. પર મળી રહે છે.
ચંદીગઢમાં ફાઇટ કોવિટ સ્ટેશન નામની સુવિધા વિકસાવવામાં આવી છે, જેમાં થર્મલ સ્ક્રિનિંગ દ્વારા તમારા શરીરનું તાપમાન જાણે છે, પેડેસ્ટલ સંચાલિત હેન્ડ વોશ અને સોપ ડિસ્પેન્સરી જેવી સુવિધાઓ આપી રહ્યા છે.
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેઇન મંડી સેક્ટર 2માં સ્થાપિત કરવામાં આવ્યું છે અને તમામ બજારોમાં મુલાકાતીઓ સ્ટેશન પરથી તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.