ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. ભીડે બાળક ચોરીને અફવાના કારણે 6 ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં એક ખેડૂતનું મોત થયું છે અને 5 ખેડૂત ઘાયલ થયા છે. ઘાયલ ખેડૂત વિનોદ મુકાતીએ જણાવ્યું કે, ઈન્દોર જિલ્લાના ગામ શિવપુરખેડાના રહેવાસી છે. તેમના ગામ બોરલાઇના 5 મજૂરો કામ કરતા હતા. જેમણે 50 હજાર રુપયિા એડવાન્સમાં આપ્યા હતા. પૈસા આપ્યા બાદ મજૂર કામ પર આવ્યા નહતા. બોરલાઇમાં આ મંજૂરો મળવા પહોંચ્યા હતા.
મંજૂર ખેડૂત પર ભીડે હુમલો કરતા પથ્થરમારો કર્યો હતો. ભીડે ખેડૂતોની ગાડીઓમાં આગીચાંપી દીધી હતી.
આ મામલે SP આદિત્ય પ્રતાપ સિંહે જણાવ્યું કે, આ ઘટના પૈસાની લેવડ દેવડની છે. આ ઘટનામાં 1 ખેડૂતનું મોત થયું છે. 5 ખેડૂત ગંભીર રીતે ઘાયલ છે. જેમની સારવાર બડવાની અને ઈન્દોરની હોસ્પિટલમાં ચાલી રહી છે.
SP આદિત્ય પ્રતાપ સિંહે કહ્યું કે, વીડિયોના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવશે. IPCની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.