ઉત્તર પ્રદેશ : કાનપુર જિલ્લાના થાના ધાયમપુર વિસ્તારમાં શુક્રવારે ડંપર અને ટેમ્પો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે.
ટેમ્પો ડ્રાઇવર મુસાફરોને લઇને કાનપુર તરફ જઇ રહ્યોં હતો. તે સમયે જ વરસાદ શરૂ થયો અને ડંપરે ટેમ્પા સામે ટક્કર મારી જેના પગલે આ અકસ્માતમાં બે બાળકો, એક મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.