ETV Bharat / bharat

ચીન સાથેનું ઘર્ષણ ચેતવણીની નિશાની; અંકુશ રેખાને આંકી લેવાની જરૂરઃ અશોક કાંથા - ચીન સાથેનું ઘર્ષણ

જો સંબંધોને આગળ વધારવા હોય તો ભારત અને ચીને વાસ્તવિક અંકુશ રેખા વિશે સ્પષ્ટતા કરીને આંકણી કરી લેવી જોઈએ, એમ નિવૃત્ત રાજદ્વારી અશોક કાંથાનું કહેવું છે. બિજિંગમાં ભારતીય રાજદૂત તરીકે રહી ચૂકેલા અને હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇનીઝ સ્ટડીઝ (CS)ના ડિરેક્ટર તરીકે કામ કરતાં કાંથા માને છે કે ભારત અને ચીન સરહદી ગૂંચ ઉકેલશે નહિ તો 20 સૈનિકોનો ભોગ લેનારા ગલવાન ખીણમાં બન્યા તેવા ઘાતકી બનાવો બનતા રહેશે.

ચીન સાથેનું ઘર્ષણ ચેતવણીની નિશાની; અંકુશ રેખાને આંકી લેવાની જરૂરઃ અશોક કાંથા

author img

By

Published : Jun 17, 2020, 10:45 PM IST

સિનિયર પત્રકાર સ્મિતા શર્મ સાથે વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું કે તાકિદની જરૂર સરહદે રાબેતા મુજબની સ્થિતિ લાવવાની હોવી જોઈએ. તે માટે ટોચની કક્ષાએથી સ્પષ્ટ રાજકીય સુચના મળવી જોઈએ. જોકે અશોક કાંથા માને છે અત્યારે વડા પ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વાતચીતનો યોગ્ય સમય નથી. પરંતુ રાજદ્વારી ઉચ્ચ કક્ષાએ વાતચીત થવી જોઈએ, કેમ કે સૈન્ય અધિકારીઓ વચ્ચેની વાતચીત ઉપયોગી હોય છે, પણ પૂરતી હોતી નથી. તેમણે ઉમેર્યું કે ચીન ઇરાદાપૂર્વક છેલ્લા 18 વર્ષોથી સરહદી મામલાને ગૂંચવે છે, જેથી ભારત સામે તેનો ઉપયોગ થઈ શકે. તેમની સાથેની વાતચીતના અંશોઃ

ચીન સાથેનું ઘર્ષણ ચેતવણીની નિશાની; અંકુશ રેખાને આંકી લેવાની જરૂરઃ અશોક કાંથા

સવાલઃ દાયકાઓ સુધી શાંતિ રહ્યા પછી શું હિંસક ઘર્ષણ પછી ચીન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (LAC) કાયમ માટે બદલાઈ ગઈ છે ખરી?

બહુ કમનસીબ બનાવ બન્યો છે. છેલ્લા 45 વર્ષથી સરહદની આંકણી વિશે વિખવાદ હોવા છતાં LAC પર શાંતિ જાળવી રાખવા માટે ભારત અને ચીન બંને પ્રયત્નશીલ રહ્યા છે. 1975 પછી ક્યારેય બેમાંથી એકેય દેશના સૈનિકોએ જાન ગુમાવ્યા નહોતા. તે વાત હવે જૂની થઈ ગઈ. હવે બહુ ગંભીર બનેલી વર્તમાન સ્થિતિમાંથી આગળ કેવી રીતે વધી શકાય તે જ જોવાનું રહે છે. વર્તમાન સ્થિતિને ગંભીરતાને આપણે ઓછી આંકવી જોઈએ નહિ અને ઉગ્રતા વધે નહિ તે માટે પ્રયાસો કરવા જોઈએ. મામલો ઉગ્ર નહિ બને તેને નકારી શકાય નહિ. સામસામે દળો આવી જાય ત્યારે હંમેશા ઘર્ષણ થવાની શક્યતા હોય જ છે અને એવું જ સોમવારે સાંજે થયું છે. તેથી બંને દેશોમાંથી રાજકીય સ્તરેથી સ્પષ્ટ સૂચના મળવી જરૂરી છે કે સ્થિતિને વધુ વકરવા દેવામાં ના આવે. તે પછી સ્થિતિને ફરી આપણે નિયંત્રણમાં લાવી દેવી જોઈએ.

સવાલઃ સરહદ પર ગોઠવાયેલા સૈનિકોની લાગણી ઘવાયેલી છે, ક્રોધ વ્યાપ્યો છે ત્યારે ઉગ્રતા ઓછી કરવાની પ્રક્રિયા એટલી સહેલી નથી. તેથી બીજી જગ્યાએ પણ ઉગ્રતા જાગે અને ઘર્ષણ થાય તેવી શક્યતા રહેલી જ છે?

LAC પર અન્યત્ર પણ ઘર્ષણ સર્જાય તે વાતને હું નકારતો નથી. જોકે ઘર્ષણ થાય તેના કારણે સરહદો સળગી ઉઠે તેવું બેમાંથી એક પણ પક્ષ નહિ ઇચ્છતો હોય તેમ હું માનું છું. હકીકતમાં ચીન અને ભારતે સરહદે સ્થિતિ સામાન્ય રાખવા માટે ઘણા પ્રયાસો કરેલા છે. આપણે સરહદ પર CBMs (કૉન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ) અને SOPs (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પર ઘણું ધ્યાન આપીએ છીએ. આ કિસ્સામાં આ પગલાં ઉપયોગી નથી થયા તે જુદી વાત છે. તેથી આપણે વિશ્લેષણ કરીને અન્ય કેટલાંક પગલાં લેવાં જોઈએ. સરહદે સ્પષ્ટ મેસેજ જવો જોઈએ કે સ્થિતિને વધારે ઉગ્ર બનાવવાની નથી.

દરમિયાન સ્થિતિને થાળે પાડવાની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ અને યથાવત સ્થિતિ લાવવી જોઈએ. એપ્રિલમાં ચીને આગળ વધીને સ્થિતિ ઊભી કરી છે તે સ્થિતિને આપણે ચલાવી લઈ શકીએ નહિ. એપ્રિલ પહેલાં જે સ્થિતિ હતી તે ફરીથી લાવવી પડે. તે પછ આપણે SOPs પર વિચારવા કરવાનો રહ્યો કે ક્યાં તેમાં ખામી રહી ગઈ છે. શું ભૂલ થઈ અને તેને કેવી રીતે સુધારી શકાય.

LAC ક્યાં આવેલી છે તે વિશે ઘણી અસ્પષ્ટતા છે ત્યારે વર્તમાન સ્થિતિને આપણે ચલાવી લઈ શકીએ નહિ. આ બાબતમાં આપણી વચ્ચે સત્તાવાર સમજૂતિ થયેલી છે. નકશાઓની આપલે કરવાનું આપણે સ્વીકાર્યું હતું અને વધારે સ્વીકાર્ય સરહદ આંકણી તરફ આગળ વધવાનું હતું.

ચીન આ પ્રક્રિયાને છેલ્લા 18 વર્ષથી ગૂંચવી રહ્યું છે. તેને ચેતવણી સમજીને આપણે તે પ્રક્રિયાને ફરી શરૂ કરવી જોઈએ. શું સરહદે આવી સમસ્યા સાથે લાંબો સમય આપણે ચલાવી લઈ શકીએ ખરા? બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓને 2003માં કામ સોંપાયું હતું કે સરહદી સમસ્યાનો કોઈ રાજકીય માર્ગ કાઢવો. 2005માં બંને વચ્ચે થોડી વાત આગળ પણ વધી અને આપણે સરહદ સમસ્યાના ઉકેલના કેવા સિદ્ધાંતો હશે તે વિશે સહમત થઈ શક્યા હતા. પરંતુ તે પછી વાત આગળ વધી નથી. બંને પ્રતિનિધિઓએ મૂળ મેન્ડેટ જોવો જોઈએ. આ સમસ્યા એવી નથી કે કાયમ માટે ખોરંભે ચડાવી દઈએ. તેવું થશે તો ગલવાન ખીણમાં થયું તેવી કિંમત આપણે ચૂકવવી પડશે.

સવાલઃ હાલમાં જે વ્યવસ્થા કરાઈ છે અને સરહદે પ્રોટોકોલ નક્કી થયા છે તે હવે ચાલે તેમ નથી?

આ SOPs અને CBMs સાવ બિનઉપયોગી છે એવું પણ નથી. તેમાંથી કેટલાક નિયમો નક્કી કરવામાં હું પણ હતો. તે ખૂબ સારી રીતે તૈયાર થયેલા છે. તેનું યોગ્ય અમલીકરણ નથી થઈ રહ્યું. તેના કારણે આ પ્રક્રિયાને સાવ ફગાવી દઈએ તેવું પણ જરૂરી નથી. આપણે જે CBMs નક્કી કરેલા છે તેને બંને પક્ષોએ ચૂસ્તી સાથે પાલન કરવું જોઈએ. આપણે જે LAC નક્કી કરેલી છે તેને વળગી રહેવું જોઈએ.

સવાલઃ મોટી સંખ્યામાં જાનહાની થઈ છે ત્યારે તમને લાગે છે કે અત્યારે પીએમ મોદી અને પ્રમુખ જિનપિંગ વચ્ચે વાતચીત થવી જોઈએ?

પૂરી વાસ્વતિકતા જાણ્યા વિના હું એવું સૂચન નહિ કરું કે પીએમ મોદીએ ફોન કરીને પ્રમુખ જિનપિંગ સાથે વાત કરવી જોઈએ. પણ હા, રાજદ્વારી વધુ ઉચ્ચ કક્ષાએ વાતચીત ચાલતી કરવી જોઈએ. બોર્ડર કમાન્ડર્સ વચ્ચે મિટિંગો થાય તે ઉપયોગી હોય છે, પણ તે પૂરતી નથી એવું અમને લાગે છે. આપણે રાજદ્વારી અને રાજકીય સ્તરે વધારે સંવાદ કરવો જોઈએ. બંને દેશોના સરહદ મામલા અંગેના અધિકારીઓ વચ્ચે વાતચીત થવી જોઈએ.

સવાલઃ શું રાજકીય સૂચના છેક નીચે કમાન્ડર સુધી પહોંચતી હોય છે? જાણકારો કહે છે કે ચીનની PLAના વેસ્ટર્ન કમાન્ડ થિયેટર કક્ષાએથી સૂચના પ્રમાણે આ ચાલી રહ્યું છે. તો શું રાજકીય સંવાદથી ફાયદો થાય?

આ માત્ર સ્થાનિક કક્ષાએ થયેલા બનાવો નથી તે સ્પષ્ટ છે. પાંચમી મેથી આપણે જોયું છે કે છેક સિક્કિમથી પશ્ચિમ સેક્ટર સુધીની સરહદે બધે ઘૂસણખોરી થઈ છે. ચીનની ઉચ્ચ કક્ષાએથી સૂચના ના હોય તો આટલા મોટા પાયે આવા બનાવો બને નહિ. ચીનમાં ઉચ્ચ કક્ષાએ નિર્ણયો થયા હોય તે સ્પષ્ટ છે, પણ એવું જરૂરી નથી કે સરહદે શાંતિની સ્થાપના માટે ચીનના સત્તાવાળાઓને રસ ના હોય. આપણી જેમ ચીના લોકોને સરહદે શાંતિ રહે તેમાં જ ફાયદો છે. ચીન સાથે આપણા સંકુલ અને વ્યાપક વેપારી સંબંધો પણ છે.

સવાલઃ ભારત પર દબાણ રાખવામાં માનતા ચીનને એમાં રસ હોય ખરો કે LACની આંકણી થઈ જાય અને ખરાઈ થઈ જાય?

એ વાત સાચી છે કે ચીનાઓને સરહદનો મામલો ગૂંચવી રાખવામાં રસ છે. તે તેમને ફાવે તેવું છે. તેથી જ બંને દેશો વચ્ચે લેખિત સમજૂતિ અને કરારો હોવા છતાં છેલ્લા 18 વર્ષથી ચીને સરહદનો મામલો ગૂંચવી રાખ્યો છે. પરંતુ ભારતે એવો સંદેશ આપવો રહ્યો કે જો તમે ભારત અને ચીનના સંબંધોને સારી દિશામાં વાળવા માગતા હો તો સરહદે શાંતિ રહેવી જરૂરી છે. બંને દેશોના સંબંધો સકારાત્મક રહે તે માટે સરહદે શાંતિ જરૂરી છે એ વાત સમજવી પડે.

સવાલઃ શું ચીન હજીય આકરો મિજાજ દાખવશે? PLAની વેસ્ટર્ન કમાન્ડ થિયેટરના પ્રવક્તાએ કહ્યું છે કે સમગ્ર ગલવાની નદી અને તેની ખીણ તેની માલિકીના છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીન ઇરાદાપૂર્વક સ્ટેટસ ક્વો બદલવા માગે છે.

LAC એ સાર્વભૌમનો પ્રશ્ન નથી, પણ તે જમીન પર ક્યાં આવેલી છે તેનો છે. અત્યારે સરહદે જે LAC નક્કી કરેલી છે તે છે. તેથી બંને પક્ષોએ તેને માન્ય રાખવાની છે. ચીનના હાલના અઠવાડિયાઓમાં LACને બદલાવાની કોશિશ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના નિવેદન પરથી ખ્યાલ આવે છે કે ચીન ગલવાન ખીણથી યથાવત સ્થિતિને બદલવા માગે છે. છઠ્ઠી જૂને સમજૂતિ થઈ પછી પણ ચીન હટ્યું નથી, અને આ રીતે સ્થિતિ બદલવામાં આવે તેને ચલાવી લેવાય નહિ. તેથી મને કેટલાક અહેવાલો પરથી ચિંતા થાય છે, જેમાં LAC પર આપણી બાજુ તરફ બફર ઝોનની વાત છે. LACની આપણી તરફ આપણે જ્યાં પેટ્રોલિંગ કરતાં હતા તેમાં કશી બાંધછોડ કરાય નહિ. ચીનના સૈનિકોએ LACની પેલી તરફ તેમની જગ્યાએ પાછા ફરવું પડે, એટલું જ નહિ આપણી તરફ પેટ્રોલિંગ પર કે રોડ વગેરે બનાવવા પર કોઈ પ્રતિબંધ હોઈ શકે નહિ.

સવાલઃ ભૂતપૂર્વ NSA એસ.એસ. મેનને જણાવ્યું કે મીડિયાના માધ્યમથી કંઈ જાહેરમાં વાટાઘાટો ના થઈ શકે. પરંતુ જો મૌન રાખવામાં આવે તો ચીન એવું માની બેસે કે આપણે ચલાવી લેવા માગીએ છીએ. જાહેરમાં હવે કેવા પ્રકારનો સંદેશ જવો જોઈએ?

હું માનું છું કે આ વાટાઘાટો સેન્સિટિવ છે અને તેની મીડિયામાં ચર્ચા કરવાની ના હોય. પરંતુ વધુ પારદર્શિતાની પણ જરૂર છે. આપણી વાત પણ જણાવવી જરૂરી છે. હું જાણું છું કે કેટલીક બાબતો આપણે જાહેરમાં જણાવી શકીએ નહિ, પરંતુ આપણી તરફથી વધુ સ્પષ્ટ સંદેશ જવો જોઈએ. સાથે જ લીકને આધારે ચાલતી ધારણાઓને આપણે અટકાવવી જોઈએ.

સવાલઃ છેલ્લા છ વર્ષમાં પીએમ મોદી અને જિનપિંગ 14 વાર મળ્યા છે. વડા પ્રધાને પાંચ વાર ચીનની મુલાકાત લીધી. શું આ ચીનના મુદ્દે ડિપ્લોમસીમાં નિષ્ફળતા છે? ટોચ પરથી જનતાને શું સંદેશ જવો જોઈએ?

પીએમ મોદી અને પ્રમુખ જિનપિંગ વચ્ચે સંપર્ક રહ્યો તે ઉપયોગી રહ્યો છે. ઉચ્ચ કક્ષાએ સંપર્કને કારણે ખૂબ સંકુલ એવા ચીન સાથેના સંબંધ જળવાઈ રહ્યા છે. સંબંધોમાં ઉતાર ચઢાવ આપણે જોયા છે. અત્યારે બહુ ગંભીર સ્થિતિ આવી છે, અને મને લાગે છે કે રાજકીય સંપર્કો ઘણા જરૂરી છે અને તેની સામે કોઈ સવાલો હોવા જોઈએ નહિ.

સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.