ETV Bharat / bharat

સિંગાપોર મેડિકલ સ્કૂલે નવી COVID-19 કીટ વિકસાવી, જે એન્ટીબોડીઝને શોધે છે - singapore-medical-school-develops-new-covid-19-kit-

સીંગાપોરમાં આવેલી Duke-NUS મેડીકલ સ્કુલ, જેનસ્ક્રીપ્ટ અને A*STAR દ્વારા કન્ટેન્મેન્ટ ફેસેલીટી અથવા સ્પેસીમેનની મદદ વગર જ ખાસ પ્રકારના એન્ટીબોડીઝને શોધી કાઢતી દુનિયાની પહેલી SARS-CoV-2 સેરોલોજી ટેસ્ટ કીટ તૈયાર કરી

સિંગાપોર મેડિકલ સ્કૂલએ નવી COVID-19 કીટ વિકસાવી, જે એન્ટીબોડીઝને શોધે છે

author img

By

Published : May 19, 2020, 3:41 PM IST

હૈદરાબાદ: એક તરફ કોરોના વાઈરસ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ સીંગાપોરની Duke-NUS મેડીકલ સ્કુલે એક એવા પ્રકારની Covid-19 ટેસ્ટ કીટ શોધી હોવાનો દાવો કર્યો છે કે જેના દ્વારા હવે વ્યક્તિ કોરોના વાઈરસથી સંક્રમીત છે કે કેમ તે જાણવા માટે ટેસ્ટ કર્યા બાદ કેટલાક દીવસો સુધી રાહ નહી જોવી પડે પરંતુ માત્ર એક કલાકમાં જ તેનુ પરીણામ મેળવી શકાશે. આ એક એવા પ્રકારની કીટ હશે કે જેના થકી વ્યક્તિ કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત થયો છે કે કેમ તે જ નહી પરંતુ એ પણ જાણકારી મેળવી શકાશે કે વ્યક્તિમાં કોરોના વાઈરસ સામે ક્યારેય રક્ષાત્મક પ્રતિભાવ આપ્યો છે એટલે કે કોરોના વાઈરસના એટેક બાદ વ્યક્તિએ પોતાની રોગપ્રતિકારક ક્ષમતાને કારણે કોરોના વાઈરસનો પ્રતિકાર કર્યો છે કે કેમ તે પણ જાણી શકાશે.

આ પ્રકારની કીટ અહીની હોસ્પીટલમાં ઉપલબ્ધ છે. સંશોધકોના કહેવા પ્રમાણે આ એક એવા પ્રકારની કીટ હશે કે જે એક ખાસ પ્રકારના એવા એન્ટીબોડી (માણસના શરીરમાં ઇન્ફેક્શનો પ્રતિકાર કરવા માટે કુદરતી રીતે તૈયાર થતુ એક હથીયાર)ને શોધીને અલગ કરી શકે છે કે જે વાઈરસને બેઅસર બનાવીને વ્યક્તિને વાઈરસથી સંક્રમીત થવાથી બચાવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ વાઈરસથી ચેપગ્રસ્ત થાય છે ત્યારે તેનું શરીર હજારોની સંખ્યમાં જુદા જુદા પ્રકારના એન્ટીબોડીઝ બનાવે છે જે એન્ટીબોડીઝ વાઈરસ સાથે બાઇન્ડીંગ કરે છે અને તેથી તેને ‘બાઇન્ડીંગ એન્ટીબોડીઝ’ કહેવામાં આવે છે. જો કે તેમાંના બધા જ એન્ટીબોડીઝ વાઈરસને બેઅસર બનાવી શકતા નથી.

હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેસ્ટ કીટની સરખામણીમાં આ કીટની વિશેષતા એ છે કે આ કીટમાં પરીણામ ઝડપી મળી શકે છે. આ ઉપરાંત વ્યક્તિના શરીરમાં બનેલા એન્ટીબોડીઝને શોધવા માટે તજજ્ઞોની કે ખાસ પ્રકારના સાધનોની જરૂર પડતી નથી પરંતુ આ કીટ જ ખાસ પ્રાકરના એન્ટીબોડીને શોધી શકે છે જે સંશોધન માટે અને હોસ્પીટલમાં મદદરૂપ થાય છે.

આ પ્રકારના એન્ટીબોડીઝ માટે અન્ય Covid-19 ટેસ્ટ કીટ પાસે લાઇવ વાઈરસ, સેલ, ઉચ્ચ પ્રકારની ક્ષમતા ધરાવતા ઓપરેટરની જરૂર પડે છે તેમજ એક જટીલ લેબોરેટરી પ્રક્રીયામાંથી પસાર થવુ પડે છે કે જે સામાન્ય રીતે ખાસ સંવેદનશીલ નથી અને પરીણાં મેળવવા માટે લાંબા દીવસો સુધી રાહ પણ જોવી પડે છે.

Duke-NUSના ‘ઇન્ફેક્શીયસ ડીસીઝ પ્રોગ્રામ’ના ડીરેક્ટર, પ્રોફેસર વાંગ લીન્ફાની આગેવાની હેઠળ કામ કરતી ટીમે cPass ની શોધ કરી હતી. આ ટીમે સીંગાપોરમાં એસે ડેવલપમેન્ટ અને ટેસ્ટીંગનું કામ શરૂ કર્યુ હતુ.

જીનસ્ક્રીપ્ટના ચીફ સ્ટેટજી ઓફિસર, ડૉ. ઝુ લીએ પણ કહ્યુ હતુ કે પ્રોફેસર વાંગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સીરોલોજીકલ ડીટેક્શન સીસ્ટમ’ અદ્વીતીય અને નવીનતમ છે તેમજ તેના અનેક ફાયદાઓ છે, જેમ કે તે અત્યંત સંવેદનશીલ અને ખુબ ચોક્કસ પણ છે તેમજ તે દરેક પ્રકારના એન્ટીબોડી આઇસોટાઇપ્સ પર લાગુ કરી શકાય છે.

તેમણે કહ્યુ કે, “વસ્તીના કેટલા ભાગમાં SARS-CoV-2 વાયરસ સામે ઇમ્યુનીટી તૈયાર થઈ શકી છે તેનો ઝડપી અને વિશ્વસનીય સર્વે આ ટેસ્ટ રીઝલ્ટ થકી થઈ શકે છે અને માટે જ આ પ્રકારના પરીણામો સરકારને માર્ગદર્શન પુરૂ પાડવા માટે મદદરૂપ થઈ શકે છે.”

પ્રોફેસર લીમ્ફાએ કહ્યુ હતુ કે, “અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા cPassનો ઉપયોગ કોન્ટેક્ટ ટ્રેસીંગ, એનીમલ ટ્રેસીંગ ટોળાની પ્રતિરક્ષાનું અવલોકન અને રક્ષણાત્મક પ્રતિરક્ષા તેમજ જે અલગ અલગ દર્દીઓને રસી આપવામાં આવી છે તે દર્દીઓની ક્ષમતાનુ એવલોકન કરવા માટે કરી શકાય છે.”

તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે “તેના માટે બાયોસેફ્ટી કન્ટેન્મેન્ટ ફેસેલીટીની જરૂર નથી અને એટલા માટે જ તે વિશ્વના અનેક વિકાસશીલ દેશો સહીત ગ્લોબલ કોમ્યુનીટી માટે સરળતાથી ઉપલબ્ધ છે.”

અહીં ઉલ્લેખનીય છે કે હાલમાં DxD હબ સીંગાપોરની હોસ્પીટલમાં ઉપયોગમાં લેવા માટે પાયલોટ બેચનું ઉત્પાદન કરી રહી છે. આગામી દીવસોમાં આ જ કીટનુ લોકલ બાયોટેક કંપની મોટા પ્રમાણમાં કઈ રીતે ઉત્પાદન કરી શકે તેના પર હાલ વિચારણા ચાલી રહી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.