ETV Bharat / bharat

શિવરાજ સિંહનો કટાક્ષઃ સિંધિયા કોંગ્રેસમાં મહારાજા અને ભાજપમાં માફિયા!

શિવરાજસિંહ ચૌહાણે જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે કટાક્ષ કરતાં કહ્યું છે કે, જ્યારે સિંધિયા કોંગ્રેસમાં હતાં ત્યારે તે મહારાજા હતાં, હવે તે માફિયા બની ગયા છે. આ વિચારધારા કોંગ્રેસની તેમની બેવડી માનસિકતા દર્શાવે છે.

author img

By

Published : Mar 10, 2020, 4:51 PM IST

Shivraj Singh Chouhan
Shivraj Singh Chouhan

નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને BJPમાં સામેલ થવાના હોવાની ચર્ચા ટૉક ઓફ દ ટાઉન બની છે. ત્યારે કોંગ્રેસ આ વાતને લઈ ખુલાસા આપતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાને કોંગ્રેસની બેવડી માનસિકતા પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ મહારાજા હતાં. હવે તેઓ ભાજપમાં પણ માફિયા બની રહ્યાં છે.

જ્યાતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કોંગ્રેસ પાર્ટી છોડી, એની સાથે મધ્યપ્રદેશની કમલનાથની સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળ્યાં હતાં. જો કે, કોંગ્રેસે આ અંગે કહ્યું હતું કે, પાર્ટી વિરોધી થતાં કાર્યોના પરીણામે સિંધિયાને પાર્ટી બહાર કરવામાં આવ્યાં છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો અને મંત્રિયોની બેંગલુરુમાં હોવાની માહિતી મળી હતી. જે સિંધિયાના નજીકના લોકોન હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસના રાજ્યમાં 114 ધારાસભ્યો છે. જેમાંથી ચાર અપક્ષ, બસપાના બે અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનો ટેકો છે. ભાજપ પાસે 107 ધારાસભ્યો છે.

નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપેલા રાજીનામામાં સિંધિયાએ લખ્યું હતું કે, " પોતાના રાજ્ય અને દેશના લોકોની સેવા કરવી એ જ મારું લક્ષ્ય રહ્યું છે. પણ હવે હું પાર્ટીમાં રહીને આ કામ કરવામાં અસમર્થ સાબિત થઈ રહ્યો છું."

એક તરફ સિંધિયા રાજીનામા માટે પાર્ટી તરફથી મળતો અસહકાર ગણાવી રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી વેણુગોપાલ આ અંગે જણાવી રહ્યાં છે કે, "કોંગ્રેસ અધ્યક્ષે પાર્ટી વિરોધી થતાં કાર્યોને કારણે સિંધિયાને તાત્કાલિક ધોરણે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે."

મળતી માહિતી પ્રમાણે, સિંધિયા અને તેમના સમર્થક ધારાસભ્યોના ફોન સોમવારે બંધ થઈ ગયા હતાં. જેથી અનેક પ્રયાસો છતાં પાર્ટી તેમણે મનાવવામાં નિષ્ફળ નીવળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, સિંધિયાએ પિતા માધવરાવ સિંધિયાની જન્મજયંતિના દિવસે કોંગ્રેસ છોડવાની ઘોષણા કરી હતી. પક્ષના તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલમાં તેમણે કહ્યું હતું કે 'અમે તેમને માધવરાવ સિંધિયાની જન્મજયંતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ છે. તેઓ નવ વખત લોકસભાના સભ્ય હતા અને રેલ્વે મંત્રી તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જ પ્રથમ સદીની ટ્રેન શરૂ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.