ETV Bharat / bharat

પાયલટનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો, રાજસ્થાનમાં સરકાર બચાવવા કોંગ્રેસના પ્રયાસ - Rajasthan NEWS

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર તૂટવાના આરે આવી ગઈ છે, ત્યારે પાર્ટી પોતાની આબરૂ બચાવવા માટે નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ અને CM અશોક ગહેલોતની વચ્ચેના મનભેદને દૂર કરવાના પ્રયાસ કરી રહી છે.

Rajasthan
Rajasthan
author img

By

Published : Jul 12, 2020, 6:29 PM IST

નવી દિલ્હીઃ એક તરફ રાજસ્થાનના નાયબ મુ્ખ્યપ્રધાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા 25 ધારાસભ્યો સાથે પહોંચ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી સચિન પાયલટ અને મુખ્યપ્રધાન અશોક ગહેલોત વચ્ચેના મનભેદને દૂર કરવા પ્રયાસ કરીને પાર્ટીમાં ગરિમા બચાવવા પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, રવિવારે સચિન પાયલટ ધારાસભ્યોની સાથે NCR- દિલ્હી ક્ષેત્રના વિવિધ સ્થળે પર રોકાયા હતા. તેમાંથી 12 ધારાસભ્યો ગુરુગ્રામના ITC ગ્રેડમાં રોકાયા હતાં. જ્યાં અન્ય ધારાસભ્ય દિલ્હીનાના ITCના માર્ટમાં રોકાયા હતા. તે દરમિયાન સચિન પાયલટે પોતાના મિત્રો સહિત કોંગ્રેસ નેતાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.

તો બીજી તરફ, ગહેલોત દ્વારા વિધાનસભાના 103 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ શનિવારે દિલ્હીમાં પાર્ટી પ્રમુખને મળવા પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે સમય માગ્યો હતો.

મળતી માહિતીનુસાર, સચિન પાયલટ સહિત 12 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી મળી છે. નારાજ ધારાસભ્યો સોનિયા ગાંધી સમક્ષ તેમની વાત રજૂ કરી શકે છે. તેના માટે સમય માંગવામા આવ્યો છે. હવે એવા રિપોર્ટ્સ છે કે સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. તેમણે 15 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે.

પાયલટની સમર્થક પી.આર,મીણાએ રાજસ્થાનમાં અશોક ગહેલાોત દ્વારા થતાં મતભેદ વિશે સોનિયા ગાંધીને જાણ કરી હતી. તો બીજી તરફ, મુખ્યપ્રધાન ગહેલોતે શનિવાર રાત્રે જયપુરમાં પોતાના નિવાસસ્થાને મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક યોજી હતી. જેમાં તેમણે સૌને સમર્થનપત્ર આપવા કહ્યું હતું. જો કે, આ બેઠકમાં પાયલટ અને તેના સમર્થકો સામેલ થયા નહોતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.