સીમેન્સ ગ્રૂપ ઑફ કંપનીઝ ઇન ઇન્ડિયા કોવિડ-19 સામેની લડાઇમાં રૂ. 20 કરોડનું યોગદાન આપશે. કોવિડ-19 ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોના જીવન પર અસર કરી રહ્યો છે. ભારત સરકારે ચેપના બનાવો ઘટાડવા માટે સલામતી માટે પરિણામી પગલાં લીધા છે. સીમેન્સ ગ્રૂપ ઑફ કંપનીઝ ઇન ઇન્ડિયા નીચેના ઉદ્દેશો માટે રૂપિયા 20 કરોડનું દાન કરશે.
ભારતભરમાં કેટલીક આરોગ્ય સુવિધાઓને વેન્ટિલેટર અને એનેલાઇઝર જેવા ક્રિટિકલ મેડિકલ કેર ઇક્વિપમેન્ટ પૂરા પાડવા માટે 40,000 PCR ટેસ્ટ કિટ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને પૂરી પાડવામાં આવશે. હરિયાણાના ઝજ્જરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટેસ્ટ લેબ સ્થાપશે. અહીં 800 બેડની હોસ્પિટલને કોવિડ-19 ક્રિટિકલ કેર-સેન્ટરમાં ફેરવવામાં આવી રહી છે. સીમેન્સની પસંદ કરેલી સુવિધાઓ પર આઇસોલેશન યુનિટ્સ ઉભા કરાશે.
પરપ્રાંતીય અને હંગામી કામદારોને સહાય
સીમેન્સ ગ્રૂપની તમામ કંપનીઓમાં પ્રોજેક્ટ અને સર્વિસ એન્જિનિયરો તે સુનિશ્ચિત કરવા માટે દિવસ રાત કામ કરી રહ્યાં છે કે હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઓ, પાવર પ્લાન્ટ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રબ્યુશન સિસ્ટમ, મહત્વની મેટ્રો અને રેલ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ અને આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોમાં આવશ્યક સાધનો સતત કામ કરતા અને કાર્યશીલ રહે.
સીમેન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુનિલ માથુરે જણાવ્યું હતું કે, “આ કપરા અને અનિશ્ચિતતાના સમયગાળામાં અમે કોવિડ-19 સામેની લડાઇ માટે કુલ રૂપિયા 20 કરોડનું યોગદાન આપવાનું વચન આપીએ છીએ.
જાહેર કરાયેલા વિવિધ પગલાં ઉપરાંત અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે અમે આ જરૂરિયાતવાળા સમયમાં અમારી સપ્લાય ચેઇન અને હંગામી શ્રમબળને મદદ કરવાનું ચાલુ રહે. અમને અમારા પ્રોજેક્ટ અને સર્વિસ એન્જિનિયરો પર ગર્વ છે જેઓ તે સુનિશ્ચિત કરવા માટે મુશ્કેલ સ્થિતિઓમાં પણ કામ કરી રહ્યાં છે કે, હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઓ, પાવર પ્લાન્ટ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રબ્યુશન સિસ્ટમ, મહત્વની મેટ્રો અને રેલ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ અને આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોમાં આવશ્યક સાધનો સતત કામ કરતા અને કાર્યશીલ રહે.”