ETV Bharat / bharat

બીમાર આરોગ્ય ક્ષેત્રઃ સામાન્ય માણસ સ્વાસ્થ્ય સુવિધાનો અભાવ - general public health facilities

ન્યૂઝ ડેસ્ક: ભારતમાં આરોગ્ય ક્ષેત્રની સામે અનેક સમસ્યાઓ છે. જેમ કે ડૉક્ટર્સ, હોસ્પિટલ, દવાઓ અને સુવિધાઓનો અભાવ. સરકાર રાબેતા મુજબના પગલાં લે છે પણ લાંબા ગાળાના ઉપાય વિચારતી નથી. ખાસ કરીને ગામડાંઓમાં આરોગ્ય સેવા જરૂરિયાત પ્રમાણે મળતી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના ધોરણો પ્રમાણે 1000 લોકોએ એક ડૉક્ટર જોઈએ, પણ ભારતમાં 10,189ની સામે એક ડૉક્ટર જ છે. દેશભરમાં અંદાજે 6 લાખ ડૉક્ટર્સ અને 20 લાખ નર્સની અછત છે.

HealthCare For All
હેલ્થકેર ફોર ઓલ
author img

By

Published : Dec 30, 2019, 8:03 PM IST

ગરીબી રેખા નીચે જીવતા 30 કરોડ લોકોને આરોગ્યની સુવિધા આપવાનો બોજ વધી રહ્યો છે. સૌથી ચિંતાની વાત એ છે કે, આરોગ્ય સેવાની ગુણવત્તાની બાબતમાં ભારત 117 દેશોમાં 102મા સ્થાને આવે છે. આ બાબતમાં ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂતાન જેવા પડોશી દેશો પણ આપણા કરતાં આગળ છે. ટીબી, હૃદય રોગ, કેન્સર અને કિડનીની બીમારીમાં સારી સારવાર આપવાની બાબતમાં ભારત પાછળ પડી રહ્યું છે. આંચકાજનક વાત એ છે કે, ભૂખમરાનો સામનો કરી રહેલા ટોચના 45 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

એક સર્વેના તારણ અનુસાર ખોરાકની તંગીને કારણે દેશમાં બાળકો હોવા જોઈએ તેના કરતાં 21 ટકા ઓછું વજન ધરાવતા હોય છે. ઘણા બધા કારણોસર દેશના ફક્ત 27 ટકા લોકો પાસે જ આરોગ્ય વીમો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, વીમા કંપનીઓ ગરીબ અને ગ્રામવાસીઓને ઓછા પ્રિમિયમ સાથે સેવા આપવા માટે તૈયાર હોતી નથી. બીજું કારણ છે આરોગ્ય વીમા અને તેના ફાયદા વિશે લોકોમાં જાગૃતિનો અભાવ. સરકારની મોટા ભાગની આરોગ્ય યોજનાઓ લોકોની જરૂરિયાત પૂરી કરનારી નથી. ભંડોળની ઓછી ફાળવણી અને પાયાના સ્તરે સુવિધાઓના અભાવને કારણે આરોગ્યની સમસ્યાઓ ઊભી થઈ છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2017માં રાષ્ટ્રીય આરોગ્ય યોજનાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે 23 સપ્ટેમ્બરે આયુષ્યમાન ભારતની શરૂઆત કરવામાં આવી હતી. દરેક પરિવારને પાંચ લાખ સુધીની સારવાર માટે આરોગ્ય વીમો આપવા માટેનું લક્ષ્ય છે.
દેશભરમાં 50 કરોડ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જોકે લક્ષ્ય હાંસલ કરવામાં યોજના નિષ્ફળ ગઈ છે તેવી છાપ ઊભી થઈ છે. લોકોએ પોતાની આવકના 20થી 60 ટકા દવાઓ પાછળ ખર્ચવી પડતી હોવાથી બે છેડા ભેગા કરવા મુશ્કેલ બને છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો ખોલ્યા છે. આવા 5000 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જેથી રાહત દરે લોકોને દવાઓ મળી રહે. વર્ષ 2020 સુધીમાં બીજા 2500 જન ઔષધી કેન્દ્રો ખોલવાની યોજના છે.

આરોગ્ય ક્ષેત્ર માટે વર્ષ 2009-13 દરમિયાન જીડીપીના માત્ર 0.98 ટકાનો ખર્ચ થતો હતો. 2014માં આરોગ્યનો ખર્ચ 1.2 ટકા થયો હતો, તે 1018માં વધારીને 1.4 ટકા કરાયો છે. તેમાંથી 30 ટકા ખર્ચ પ્રાથમિક આરોગ્ય પાછળ થાય છે. મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા જેવા દેશોમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ જીડીપીના 18 ટકા જેટલો ખર્ચ કરવામાં આવે છે. ભારત આટલા મોટા પ્રમાણમાં આરોગ્ય માટે ફાળવણી ક્યારેય કરશે તેનો જવાબ મેળવવો મુશ્કેલ છે. પ્રથમ તો આરોગ્ય સેવા માટે પ્રાથમિક સુવિધાઓ અને માળખું ઊભું કરવું જરૂરી છે. સરકારે જરૂરિયાતમંદને ઓળખી કાઢીને આરોગ્ય વીમા માટેનું પૂરું અથવા કેટલુંક પ્રિમિયમ ચૂકવવું જોઈએ, તો તેમની સ્થિતિ સુધરી શકે છે. દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ખોલીને સમસ્યાના હલ માટે પ્રયાસો કરવા જોઈએ.

વર્ષ 2013માં દેશમાં વૃદ્ધોની સંખ્યા 8 ટકા જેટલી હતી, જે 2050 સુધીમાં વધીને 18.3 ટકા થવાની શક્યતા છે. મોટી સંખ્યામાં રહેલા વડીલોને આરોગ્ય સેવા આપવાનું કામ સરકારો માટે કપરું બનવાનું છે. 1999માં સરકારે વૃદ્ધોને ધ્યાનમાં રાખીને તેમના કલ્યાણ માટે વિશેષ રાષ્ટ્રીય યોજના શરૂ કરી હતી. 2011માં પણ સરકારે વૃદ્ધોની આરોગ્યની સુરક્ષા માટે યોજના રજૂ કરી હતી. રોગ વકરે તે પછી સારવારના બદલે પ્રાથમિક કક્ષાએ જ આરોગ્ય સુવિધાઓ આપવાની જરૂર છે. લોકોને આરોગ્યનો અધિકાર છે તેટલું નક્કી કરવાથી હેતુ સરવાનો નથી.

વધારે ભંડોળ ફાળવી, સુવિધાઓ વધારી, પાયાના સ્તરે માળખું ઊભું કરીને તથા સંબંધિત સમસ્યાઓના ઉકેલ શોધીને વધારે સારી આરોગ્ય સેવાઓ આપી શકાય છે. સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવું રહ્યું.

Intro:Body:

bharat 2

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.