પાર્કિંગની બાબતથી લઈને નારાજ થયેલા શિવસેનાના કોર્પોરેટરે મટનના વ્યાપારી સાથે મારપીટ કરી હતી. અહીં મિલિંદની સાથે અન્ય એક ઉમેદવાર પણ હતો તેણે પણ હાથ સાફ કરી લીધો હતો. ત્યાર બાદ આ મારપીટનો વીડિયો બહાર આવ્યો હતો. જો કે, આ ઘટનામાં હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ અગાઉ હાલમાં જોઈએ તો, ગત રોજ કોંગ્રેસના ધારાસભ્ય નીતેશ રાણે તથા તેમના સમર્થકોએ અધિકારી સાથે મારપીટ તથા ખરાબ વર્તન કર્યું હતું ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તો બીજી બાજું ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને પણ ભાજપે નોટિસ ફટકારી છે, જેણે ઈંદોરમાં નગર નિગમના અધિકારી સાથે બેટ લઈને મારપીટ કરી હતી.