તેમણે કહ્યું હતું કે, આ અમારી ડિમાન્ડ નથી પણ નેચરલ ક્લેમ અને હક પણ છે. આ પદ શિવસેનાને મળવું જોઈએ.
આપને જણાવી દઈએ કે, શિવસેના લોકસભામાં 18 સીટ મેળવી એનડીએને સહયોગ કરનારી બીજા નંબરની પાર્ટી બની છે. એટલા માટે જ ઉદ્ધવ ઠાકરે એ વધારે પ્રધાન પદની માંગ કરી છે.
અહીં એ પણ નોંધવું જરૂરી છે કે, શિવસેનામાંથી ફક્ત એક સાંસદ અરવિંદ સાવંતને મોદી સરકાર 2.0માં હેવી ઈંડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એંટરુપ્રાઈઝેઝ મિનિસ્ટ્રી આપવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, હજૂ સુધી સ્પીકર તથા ડેપ્યુટી સ્પીકરની પસંદગી થઈ નથી. જાણવા મળ્યું છે કે, આ વખતે ભાજપમાંથી મેનકા ગાંધી, એસ.એસ.આહલૂવાલિયા જેવા વરિષ્ઠ સાંસદો લોકસભા અધ્યક્ષ બની શકે છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની પસંદગી થાય તેવી સંભાવના છે. આ અગાઉ 17 અને 18 જૂનના રોજ પ્રોટેમ સ્પીકર તરફથી નવનિર્વાચિત સાંસદોને શપથ લેવડાવશે.