કલમ-370 હટાવ્યા બાદ પાકિસ્તાન બેબાકળું બન્યુ છે. પાકિસ્તાન સતત યુએન અને અન્ય દેશો પાસે આ મુદ્દે સમર્થન માગી રહ્યુ છે. પરંતુ, પાકિસ્તાન સાથે ચીન સિવાય અન્ય કોઈ દેશનું સમર્થન નથી. કલમ-370ને લઈ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાત સતત નિવેદનો આપી રહ્યાં છે. આ બાબતે પ્રદર્શનના પણ સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં દક્ષિણ કોરિયામાં શનિવારે પાકિસ્તાની સમર્થકો પ્રદર્શન કરી રહ્યાં હતા. પાકિસ્તાની પ્રદર્શનકારી ભારત અને વડાપ્રધાન મોદી વિરૂદ્ઘ નારા લગાવી રહ્યાં હતા.
આ ઘટનાનો વીડિયો પણ સમાચાર એજન્સી દ્વારા રજૂ કરાયો છે. આ વીડિયોમાં નારા લગાવી રહેલા પ્રદર્શનકારીયો સામે જોઈ ભાજપ નેતા શાજિયા ઈલ્મી પણ પોતાના સમર્થકો સાથે ટેક્સીમાંથી ઉતરી પ્રદર્શનકારીઓ સામે મેદાને ઉતરી પડ્યા હતા.
શાજિયા ઈલ્મિના જણાવ્યાં અનુસાર તે અન્ય બે નેતા સિયોલમાં આયોજિત યૂનાઈટેડ પીસ ફેડરેશન કોન્ફ્રેંસમાં ભાગ લેવા ગયા હતા. જ્યાં ભારતીય રાજદૂતને મળવા તેમની ઑફિસે ગયા હતા. જ્યાંથી પરત ફરતા સમયે રસ્તામાં પાકિસ્તાની સમર્થકો પ્રદર્શન કરી રહ્યાં હતા. શાજિયાએ કહ્યું કે અમે પ્રદર્શનકારીઓને જણાવી રહ્યાં હતા કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય ભારતની આંતરિક બાબત છે.