સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિને લઇને થયેલા નિર્ણય પર જ્યોતિષ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ નરસિંહપુરના ઝૌંતેશ્વર આશ્રમમાં પ્રતિક્રિયા આપી એમના પક્ષમાં નિર્ણય આવવાની આશા વ્યક્ત કરી હતી.શંકરાચાર્યે કહ્યું કે,લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે, મુસલમાન અને હિન્દુઓએ પણ આને આગળ વધાર્યો છે.
એમણે કહ્યું કે, હું માત્ર હિન્દુઓને દોષ નથી આપી રહ્યો મુસલમાનોએ પણ આને રાજનીતિનો મુદ્દો બનાવ્યો છે. આ જ આધારે ઝઘડા ઉભા કરી દીધા છે જેના પરિણામ સ્વરૂપે દેશમાં ઘણા કોમી રમખાણો થયાં, ઘણાં બધા લોકો મૃત્યુ પામ્યા અને હજૂ પણ એ જ પરિસ્થિતી છે. જો સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના જમીન વહેંચણીના નિર્ણયને યથાવત રાખ્યો તો હંમેશા આવું જ રહેશે. જ્યારે આજૂ-બાજૂ મસ્જિદ-મંદિર બનાવીશું તો હંમેશા ઝગડા ચાલૂ રહેશે અને આ ઝઘડા દેશને પણ નુકસાન પહોંચાડશે.
અમારા તરફથી રામ જન્મભૂમિ પુનરુદ્વાર સમિતિએ જે ચર્ચા કરી છે તેના મુજબ આ સુનિશ્ચિત છે, એમનું ખંડન બીજો પક્ષ નહીં કરીં શકે અને આ નિર્ણય નિશ્ચિત રૂપે આપણા લોકોની પક્ષમાં આવશે. જો આ ઝગડો ચાલુ રહ્યો તો ભારત દેશની ઉન્નતિમાં મુશ્કેલી વધારશે.