- બિહારની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસૈન કોરોના પોઝિટિવ
- શાહનવાઝ હુસૈન કોરોના પોઝિટિવ આવતા એઈમ્સમાં દાખલ
- શાહનવાઝ હુસૈને બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી
પટના : ભાજપના નેતા અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરનાર સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસૈનને કોરોના ચેપ લાગયો છે. આ અંગે ખુદ શાહનવાઝ હુસૈને બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી છે.
શાહનવાઝ હુસૈને બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી
શાહનવાઝે ટિ્વટ કર્યું હતું કે, “હું કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો જે કોવિડ -19 પોઝિટિવ હતા. મેં મારો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. હું છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો સાથે સંપર્કમાં આવ્યું છું હું તે બધાને હું વિનંતી કરું છું કે તેઓ પણ પોતાનો કોરોનો ટેસ્ટ કરાવે."
ચૂંટણી પ્રચાર માટે ફારબિસગંજ ગયા હતા
બીજા એક ટ્વિટમાં શાહનવાઝે કહ્યું કે, "હું એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ છું. હું એકદમ ઠીક છું અને ચિંતા કરવાની કંઈ વાત નથી." 2 દિવસ પહેલા શાહનવાઝ હુસૈન બિહારના અરરિયા જિલ્લાના ફારબિસગંજમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, મુસ્લિમો માટે કોઈ દેશ ભારત કરતા સારો નથી, અને વડા પ્રધાન મોદી કરતા કોઇ સારો વડાપ્રધાન નથી.
બિહારમાં કોરોના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે જે બાદ મૃત્યુઆંક 1019 પર પહોંચી ગયો છે.ત્યારે સંક્રમિત લોકોની સંખ્યા 208238 છે.