અમેઠી: ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન કાઉન્સિલ લખનઉની બોર્ડ પરીક્ષા વર્ષ 2020નું પરિણામ બુધવારે જાહેર કરાયું હતું. જેમાં મુસાફિરખાના ડેવલપમેન્ટ બ્લોકના મદ્રેસા દારુલ ઉલૂમ ગૌસિયા તેગીયા અને રસુલાબાદના સિનિયર સેકન્ડ્રરી અરબી (અલીમ)ના વિદ્યાર્થી શબનુર બાનોએ મહેનતથી રાજ્યમાં. 96.80 ટકા મેળવ્યા છે. શબનુર બાનોએ સખત મહેનત કરીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. રાજ્યમાં બીજા ક્રમે આવાતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
વિદ્યાર્થી શબનુર બાનો જણાવે છે કે, આ પરિણામમાં મારા માતા-પિતા અને ગુરુજનોનો મહત્વનો ફાળો રહ્યો છે. શબનુરે કહ્યું કે, તેમનું સ્વપ્ન ડૉક્ટર બનીને દેશની સેવા કરવાનું છે. તેમના પિતા તેમને વાંચવા માટે પ્રેરણા આપતા હતા.
મદ્રેસાના આચાર્ય નૂરુલ હસન નૂરી, મેનેજર ઝુબૈર ખાન, પ્રમુખ ઇર્શાદ હુસેન અને સામાજિક કાર્યકરો ઝીશાન હુસેન અને મુન્નાએ શબ નુરને મીઠાઇ ખવડાવી અભિનંદ પાઠવ્યા હતા. આ વખતે બોર્ડની પરીક્ષામાં 81.99 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ બોર્ડની પરીક્ષાઓ 7 માર્ચથી 15 માર્ચની વચ્ચે લેવામાં આવી હતી.