દેશમાં CAAનો વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. આ કાયદામાં ગેર મુસ્લિમને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે.
અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષોમાં 28,30 પાકિસ્તાની, 912 અફઘાની અને 172 બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. જેમાં મુસ્લિમ પણ સામેલ છે.
અધિકારીએ કહ્યું કે, CAA બીજા દેશો સાથે સંપર્ક રાખનાર કોઇ પણ ધાર્મિક સમુદાયને નિશાન ન બનાવી શકાય.
અધિકારીએ કહ્યું કે, 50થી વધારે બાંગ્લાદેશી વિસ્તારોને ભારતમાં વિલય કર્યાં બાદ 14,864 બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. આ વિસ્તારોને 2014માં બંને દેશોની વચ્ચે સરહદ સમજૂતી બાદ ભારતમાં સામેલ કરવામાં આવ્યાં છે.
CAA પ્રમાણે 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ ધર્મના લોકો જે ભારત આવી ગયા છે. તેમની સાથે ધર્મના કારણે ત્યાં અત્યાચાર થયો છે, તેમણે ગેર પ્રવાસી ના માનવામાં આવે અને ભારતની નાગરિકતા આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં આ બિલને સંસદની મંજૂરી મળી હતી.
ભારત સરકારે 2015-2016ના નિયમોમાં બદલવા કરીને ડિસેમ્બર 2014 સુઘી આ ત્રણ પડોશી દેશોના 6 લઘુમતી સમાજના સભ્યોને ભારતમાં પ્રવેશ કરવા અને વસવાટ કરવામાં માન્ય કરી ચૂંકી છે.
ભારતના બંધારણની કલમ કહે છે કે, જે વ્યકિત 19 જુલાઇ 1948 પહેલા પાકિસ્તાનથી ભારત આવ્યાં છે, તેને ભારતીય નાગરિક માનવામાં આવે.
19 જુલાઇ 1948 બાદ ભારત આવે છે, તેને ભારતમાં 6 મહિના વસવાટ કર્યાં બાદ ભારતીય નાગરિક તરીકે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
આવી રીતે 1964 અને 1974માં ભારત અને શ્રીલંકાની સરકારની વચ્ચે અંતરરાષ્ટ્રીય સમજૂતી બાદ 1964થી 2008 દરમિયાન 4.64 લાખ મૂળ તમિલોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.
વર્તમાનમાં 95,000 શ્રીલંકન શરણાર્થી તમિલનાડુમાં વસવાટ કરી રહ્યાં છે.
વર્ષ 1962-78ની વચ્ચે મ્યાનમારમાં વસવાટ કરી રહેલા મૂળ બે લાખથી ભારતીય વધારે ભાગીને આવ્યા છે, કારણ કે, ત્યાં કરોબારનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2004માં કેન્દ્ર સરકારે ગુજરાત અને રાજસ્થાનના 6 કલેકટરોને નાગરિકતા આપવા સંબંધિત અધિકાર આપી દીધા હતા.