ETV Bharat / bharat

ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે આત્મનિર્ભરતા મહત્ત્વની

author img

By

Published : Jul 29, 2020, 8:11 PM IST

આત્મનિર્ભર ભારત બનાવવાના દૃષ્ટિકોણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન આરંભ્યું છે. ભારત 'વિશ્વની ફાર્મસી' બનવાનો હેતુ ધરાવે છે ત્યારે આપણે હજુ પણ 84 ટકા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API) અને ઇન્ટરમીડિયેટની આયાત કરીએ છીએ.

shjc
bex;v

હૈદરાબાદ: આત્મનિર્ભર ભારત બનાવવાના દૃષ્ટિકોણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન આરંભ્યું છે. ભારત 'વિશ્વની ફાર્મસી' બનવાનો હેતુ ધરાવે છે ત્યારે આપણે હજુ પણ 84 ટકા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API) અને ઇન્ટરમીડિયેટની આયાત કરીએ છીએ. આ જરૂરિયાતો પૈકી 60 ટકાથી વધુ માત્ર એકલા ચીનમાંથી જ આવે છે.

બે દાયકા પહેલાં સુધી, ભારત એપીઆઈ દેશમાં જ મેન્યુફૅક્ચર કરતું હતું. પરંતુ ચીને જ્યારથી આક્રમક ઉત્પાદન હાથ ધર્યું, સ્થાનિક મેન્યુફૅક્ચરરો સસ્તી આયાત તરફ વળી ગયા. એસ્પિરિન અને ક્રૉસિન જેવી ડૉક્ટરની સૂચના વગર વેચી શકાય તેવી દવાઓ માટે પણ ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ ચીન પર આધાર રાખે છે.

એક સંસદીય અહેવાલ મુજબ, ચીનના ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર ભારતની નિર્ભરતા 23 ટકા જેટલી વધી ગઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે સરકારને દવાઓ અને દવાઓની કાચી સામગ્રી માટે ચીન પર તેની વધુ નિર્ભરતા માટે ચેતવણી આપી છે. સીમા પર અતિક્રમણ સામે અસરકારક રીતે પ્રતિકાર કર્યા પછી ભારતે ચીનનાં ઉત્પાદનો સામે પણ કડક વલણ લીધું છે. પરંતુ જીવનરક્ષક એપીઆઈ પર પ્રતિબંધ એટલો સહેલો નથી જેટલો રમકડાં પર પ્રતિબંધ સહેલો છે.

એક સંસદીય સમિતિએ પડકારની પૂરી તપાસ કરી છે અને સર્વગ્રાહી ભલામણો સાથે એક અહેવાલ સુપ્રત કર્યો છે. અહેવાલમાં એપીઆઈ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. વધુમાં, સમિતિએ સામાન્ય દવાઓના સંગ્રહની અને દવા પર વાસ્તવિક કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાની ભારપૂર્વક ભલામણ કરી છે. સરકારે ભારતનાં મેડિકલ મેન્યુફૅક્ચરિંગને પુનઃજીવન આપવું જોઈએ અને જથ્થાબંધ ડ્રગ એકમો સ્થાપિત કરવાં જોઈએ.

બે વર્ષ પહેલાં, ચીનમાં પ્રદૂષણ કરતી પેઢીઓ પર તવાઈ આવવાથી ભારતની કફોડી સ્થિતિ થઈ હતી, એલી કે વિટામીન સી કેપ્સ્યૂલની ભારે અછત સર્જાઈ હતી. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે વર્ષ 2015ને એપીઆઈના વર્ષ તરીકે જાહેર કર્યું હતું. તેનો હેતુ એપીઆઈ ક્ષેત્ર માટે મેક ઇન ઇન્ડિયાના હેતુને પ્રાપ્ત કરવા વધુ સારા અને વધુ સંકલિત પ્રયાસોને ઉત્તેજન આપવાનો હતો. વર્ષ 2013માં, તત્કાલીન યુપીએ સરકારે વી. એમ. કટોચ હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિ રચી હતી. તેનો હેતુ જથ્થાબંધ ડ્રગ્ઝના મહત્ત્વનો અભ્યાસ કરવાનો અને ભારતીય ડ્રગ બજારની ચીન પર વધુ પડતી નિર્ભરતાનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો હતો.

સમિતિએ જથ્થાબંધ દવા પાર્ક (બલ્ક ડ્રગ પાર્ક) રચવાની અને આ વધુ પડતી નિર્ભરતાને ઘટાડવા માટે જરૂરી રાહતનું પેકેજ આપવાની ભલામણ કરી. વધુમાં, તેણે ભલામણ કરી કે સરકારે પ્રદૂષણ મુક્ત એકમોના વિકાસ અને તેમની જાળવણીમાં સહકાર આપવો જોઈએ અને આગળ સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ. દુર્ભાગ્યે, ભારત જ એક માત્ર એવો દેશ છે જ્યાં સંશોધનને અધિકારિક અનુમતિની જરૂર પડે છે. ઉદ્યોગોનાં સૂત્રો મુજબ, ભૂતકાળમાં છ પેનિસિલિન જી ઉત્પાદનના પ્લાન્ટ હતા.

સરકારના સમર્થનના અભાવે, તેમાંનાં બધાં ચીનમાં ચાલ્યાં ગયાં છે. ભવ્ય નહીં તેવા ભૂતકાળમાંથી રસ્તો બનાવતા કેન્દ્ર સરકારે જથ્થાબંધ દવાઓ, તબીબી યંત્રોના ભારતમાં ઉત્પાદન અને નિકાસને ઉત્તેજન આપવા માટે રૂપિયા 13,760 કરોડના પેકેજને અનુમતિ આપી હતી. ચીન પર નિર્ભરતામાં વ્યૂહાત્મક રીતે ઘટાડો તેમજ સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવી તે ભારત માટે સૌથી ન્યાયિક પગલું હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.